Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

સફાઇ મિત્ર સુરક્ષા ચેલેન્જ અંતર્ગત લોન મેળો યોજાયો

રાજકોટઃ ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ૧૯ નવેમ્બર-ર૦ર૦ થી સફાઇ મિત્ર સુરક્ષા ચેલેન્જ-ર૦ર૧ શરૂ કરવામાં આવેલ છે. જે અનુસંધાને રાજકોટ ખાતે National Safai Karmcharis Finance & Development Corporation (NSKFDC) દ્વારા Swachhta Udyami Yojana (SUY) અંતર્ગત એક લોન મેળાનું આયોજન આજે તા. રર ના રોજ પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ, રૈયા રોડ ખાતે સવારે ૧૦:૦૦ કલાકે કરવામાં આવ્યું હતું. આ ચેલેન્જનો મુખ્ય ઉદેશ ડ્રેનેજ લાઇન અને સેપ્ટીક ટેન્કની સફાઇ સાથે સંકળાયેલ સફાઇ કામદારની અમુલ્ય બદલે સંપૂર્ણપણે મશીન દ્વારા કરાવવાનો રાખવામાં આવેલ છે. આ ચેલેન્જમાં દેશના જુદા જુદા રાજયોના મુખ્ય શહેરો ભાગ લઇ રહેલ છે. ગુજરાત રાજયમાંથી રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, ગાંધીનગર, જુનાગઢ, જામનગર, ભાવનગર અને દાહોદ નગરપાલિકા મળી ૯ શહેર ભાગ લઇ રહેલ છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના પર્યાવરણ ઇજનેર નીલેશ પરમાર, સિટી એન્જી. એચ. યુ. દોઢિયા, સિટી એન્જી. કે. એસ. ગોહેલ, નેશનલ સફાઇ કર્મચારી મંડળના મેનેજર દિનેશ માવદીયા, નેશનલ સફાઇ કર્મચારી ફાઇનાન્સ ડેવલોપમેન્ટ કોર્પોરેશનના પ્રતિનિધિ વિશાલ શર્મા તેમજ રાજકોટ મહાનગરપાલિકાના સફાઇ કામદારો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ એજન્સી જેમાં DSI ROBOTICs, Whale Enterprise Pvt. Ltd. TPS Infrastucture Ltd. અને Maniar & Com. દ્વારા મશીનરીની માહિતી આપતા સ્ટોલ રાખવામાં આવ્યા હતા.

(3:56 pm IST)