Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

ઓન લાઇન કેરીયર અવેરનેસ પ્રોગ્રામ

રાજકોટ ચેપ્ટર ઓફ ડબલ્યુઆઇઆરસી ઓફ આઇસીએસઆઇ દ્વારા આર. કે. યુનિવર્સિટી સાથે ઓન લાઇન કારકીર્દી જાગૃતિ (કેરીયર અવેરનેસ) પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો. લગભગ ૧૦૦ જેટલા સહભાગીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમના ફેકલ્ટી આઇસીએસઆઇના રાજકોટ ચેપ્ટરના વાઇસ ચેરમેન સી. એસ. વૈભવ કકકડ અને રાજકોટ ચેપ્ટરના ચેરમેન, સી. એસ. હાર્દિક બોરાડએ માર્ગદર્શન આપેલ. કાર્યક્રમમાં ડો. ચિંતન રાજાણી, નાયબ નિયામક અને ડો. હેમાલી તન્ના, એસોસીયેટ પ્રોફેસર ઉપસ્થિત રહ્યા હતાં.

(3:52 pm IST)