Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

રામ મંદિર નિધિ સમર્પણ સમારોહમાં રાજકોટ વરસી પડયુ

પૂ. ભાઇશ્રીએ ૫૧ લાખ અને મૌલેશભાઇ ઉકાણીએ ૧૧ લાખ આપ્યા : પોણા બે કરોડ ઉપરની ધનરાશી એકત્ર થઇ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને અંજલીબેન તરફથી રૂ.પ લાખ : વિવિધ સંસ્થા અને દાતાઓ તરફથી લાખોનું અનુદાન : કિશાન બ્રાઇટવાળા નાથાભાઇએ ૧૧ લાખ, જયંતિભાઇ સરધારાએ પ લાખ તથા નંદલાલભાઇ, હસમુખભાઇ વસા, જીતુભાઇ સાવલીયા, જીવણભાઇ પટેલ તરફથી પાંચ-પાંચ લાખનું અનુદાન અપાયુ : રામ મંદિર નિર્માણ માટે અકિલા પરિવાર તરફથી રૂ. ૧,૧૧,૧૧૧ નો સહયોગ

રામ મંદિર નિર્માણ અર્થે દેશભરમાં ચાલી રહેલ નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત ગઇ કાલે રાજકોટ ખાતે પૂ. પ્રમુખ સ્વામી ઓડીટોરીયમમાં નિધિ એકત્ર સમારોહ યોજવામાં આવ્યો હતો. મુખ્યમંત્રિશ્રી વિજયભાઇ રૂપાણી તથા પૂ. શ્રી રમેશભાઇ ઓઝા, પૂ. શામળદાસજી બાપુ સહીતના સંતો મહંતો, મૌલેશભાઇ ઉકાણી તેમજ શહેરના વિવિધ ક્ષેત્રના આગેવાનોએ ઉપસ્થિત રહી નિધિ એકત્રીકરણમાં યોગદાન આપ્યુ હતુ. તે સમયની વિવિધ તસ્વીરો નજરે પડે છે.

રાજકોટ તા. ૨૨ : મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ અયોધ્યામાં નિર્માણ થનાર ભવ્ય રામમંદિરના કાર્યમાં દેશના કરોડો લોકો યથાશકિત સમર્પણ કરી પોતાની ભાવના વ્યકત કરી રહ્યા છે, તેમ જણાવી રામ જન્મભૂમિ ખાતે નિર્માણ પામનાર આ ભવ્ય મંદિર આપણી સંસ્કૃતિ અને સામૂહિક શકિતનું પ્રતિક બની રહેશે તેવો દ્રઢ નિર્ધાર વ્યકત કર્યો હતો.

રાજકોટના પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાયેલા નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત શ્રેષ્ઠીઓ અને દાતાઓના અભિવાદન કાર્યક્રમમાં વધુમાં ઉદ્દબોધન કરતાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યું હતુ કે, ગુજરાતે પણ રામમંદિર નિર્માણ માટે ઘણો સંદ્યર્ષ કરી ભોગ આપ્યો છે. ભગવાન શ્રી રામનું ચરિત્ર અનાદી કાળથી લોકો માટે પ્રેરણાદાયી રહ્યું છે, અને આજે પણ ભગવાન રામ કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર રહયાં છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજે રાજકોટ ખાતે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાનમાં સહભાગી થઇ પાંચ લાખ રૂપિયાની રાશીનો ચેક ભાગવત કથાકાર પૂ. રમેશભાઇ ઓઝાને મંદિર નિર્માણ કાર્ય અર્થે સમર્પણ કર્યો હતો.

તેમણે આ તકે સમગ્ર દેશભરમાં ચાલી રહેલા સમર્પણ નિધિ અભિયાનમાં ગુજરાતના લોકોને મંદિર નિર્માણ કાર્યમાં યથાશકિત યોગદાન આપવા અપીલ કરી હતી.

આ પ્રસંગે ભાગવત કથાકાર પૂ. રમેશભાઇ ઓઝાએ તેમનું મૌન વ્રત હોવાથી રેકોર્ડેડ વીડિયોના માધ્યમથી નિધિ મહા અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાઇને સમર્પણ યજ્ઞમાં આહુતિ આપવા પ્રેરક સંદેશ પાઠવ્યો હતો.

ઘેાઘાવદર સ્થિત દાસીજીવણની જગ્યાના મહંત શામળદાસજી બાપુએ પણ આશીર્વચન પાઠવ્યા હતા. આર.એસ.એસ.ના ક્ષેત્ર સંઘચાલકજી જેન્તીભાઇ ભાડેસીયાએ કાર્યક્રમના પ્રારંભે રામ મંદિર નિર્માણ કાર્ય અને અભિયાનની પૂર્વભૂમિકા સ્પષ્ટ કરી હતી.

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર મંદિર નિર્માણ સમર્પણ અભિયાન રાજકોટ મહાનગર અંતર્ગત ખાસ નિમંત્રિત શ્રેષ્ઠીઓએ સમર્પણ અભિયાનમાં પોતાનું યોગદાન આપ્યું હતું. આ તકે દાતાશ્રીઓને સન્માનીત પણ કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે અન્ન  અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયા, આર.એસ.એસ. પ્રાંત સંઘચાલકજી મુકેશભાઇ મલકાણ, વી.એચ.પી. સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ હરીભાઇ ડોડીયા, વી.એચ.પી. દક્ષિણ પ્રાંતના અધ્યક્ષ દિનેશભાઇ નાવડીયા, આર.એસ.એસ. પ્રાંત પ્રચારક મહેશભાઇ જીવાણી, બીન અનામત આયોગના પૂર્વ ચેરમેનશ્રી હંસરાજભાઇ ગજેરા, વી.એચ.પી. રાજકોટના અધ્યક્ષ શાંતુભાઇ રૂપારેલીયા, અગ્રણી અને ગુજરાત સ્વાગત સમિતિના અધ્યક્ષ મૌલેશભાઇ ઉકાણી, કાર્યાધ્યક્ષ રામભાઇ મોરડીયા, રાજુભાઈ ધ્રુવ, સાંઇરામ દવે સહિત રાજકોટ શહેરના શ્રેષ્ઠીઓ અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ અવસરે મંદિર માટે દાનની સરવાણી વહી હતી. જેમાં પૂ. રમેશભાઇ ઓઝાએ રૂ. એકાવન લાખ, મૌલેશભાઇ ઉકાણીએ રૂ. એકવીસ લાખ, રામભાઇ મોકરીયાએ રૂ. અગીયાર લાખ અગીયાર હજાર એકસો અગીયાર, નાથાભાઇ કિશાન બ્રાઇટવાળાએ રૂ. અગીયાર લાખ અગીયાર હજાર એકસો અગીયાર, જયંતિભાઇ સરધારા (જે. કે. મોલ) એ રૂ. પાંચ લાખ અગીયાર હજાર એકસો અગીયાર, નંદલાલભાઇએ રૂ. પાંચ લાખ એક હજાર એકસો અગીયાર, હસમુખભાઇ સૌભાગ્યચંદભાઇ વસા (વસા સ્ટીલ) રૂ. પાંચ લાખ એક હજાર અગીયારસો અગીયાર, જીતુભાઇ સાવલીયા વ્રજ ઇન્ડ. એ રૂ. પાંચ લાખ, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રૂ. પાંચ લાખ, જીવણભાઇ પટેલે રૂ. પાંચ લાખ, પ્રેમગીરી દેવગીરી ગોસ્વામી (રાજુભાઇ)એ રૂ. બે લાખા એકાવન હજાર, વલ્લભભાઇ કથીરીયાએ રૂ. બે લાખ એકાવન હજાર, ગુરૂ દતાત્રેય શરાફી મંડળી લી. દ્વારા રૂ. બે લાખ એકાવન હજાર, રશ્મીભાઇ પટેલ રૂ. બે લાખ એકાવન હજાર, વિજયભાઇ કથીરીયા રૂ. બે લાખ એકાવન હજારનું અનુદાન આપ્યુ હતુ.

જયારે ડો. જીતેન્દ્રભાઇ અમલાણી રૂ. એક લાખ એકાવન હજાર એકસો અગીયાર, શિલ્પન બીલ્ડર્સ દ્વારા રૂ. એક લાખ એકાવન હજાર, સુરેશભાઇ નંદવાણા (ભવાની ઇન્ડ.) દ્વારા રૂ. એક લાખ એકાવન હજાર, જેન્તીભાઇ કાકડીયા ખોડીયાર જવેલર્સ રૂ. એક લાખ એકવીસ હજાર, જયોતીન્દ્ર મામા (જયોતિન્દ્રભાઇ મહેતા) રૂ. એક લાખ એકવીસ હજાર, ડો. જયેશભાઇ ડોબરીયા (સીનર્જી હોસ્પિટલ) રૂ. એક લાખ એકવીસ હજાર, વ્યવસાયી વિદ્યા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ (વીવીપી કોલેજ) અને ઇન્દુભાઇ સ્કુલ ઓફ આર્કીટેકચર તરફથી રૂ. એક લાખ અગીયાર હજાર એકસો અગીયાર, ડો. પ્રકાશભાઇ મોઢા રૂ. એક લાખ અગીયાર હજાર એકસો અગીયાર, ડો. ડી. કે. શાહ રૂ. એક લાખ અગીયાર હજાર એકસો અગીયાર, ડો. સંજયભાઇ ગદ્રે રૂ. એક લાખ અગીયાર હજાર એકસો અગીયાર, ડો. વી. બી. કાસુંદ્રા (સાલસ હોસ્પિટલ) રૂ. એક લાખ અગીયાર હજાર એકસો અગીયાર, શાંતુભાઇ રૂપારેલીયા રૂ. એક  લાખ અગીયાર હજાર એકસો અગીયાર, ડો. નવલશંકર શીલુ રૂ. એક લાખ અગીયાર હજાર એકસો અગીયારનું અનુદાન અપાયુ હતુ.

સુપ્રસિધ્ધ સાંધ્ય દૈનિક અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા  અને શ્રી અજીતભાઇ ગણાત્રા તરફથી રૂ. એક લાખ અગીયાર હજાર એકસો અગીયાર, પી. વી. મોદી ચેરીટેબલ ટ્રસ્ટ (મોદી સ્કુલ) તરીફથી રૂ. એક લાખ અગીયાર હજાર એકસો અગીયાર, વિઠ્ઠલભાઇ રામજીભાઇ વાડીયા રૂ. એક લાખ અગીયાર એકસો અગીયાર, ગણેશભાઇ બચુભાઇ ઠુમ્મર રૂ. એક લાખ અગીયાર હજાર એકસો અગીયાર, કાઠીયાવાડી ગોળ મર્ચન્ટ એસો.ના સુરેશભાઇ તરફથી રૂ. એક લાખ અગીયાર હજાર એકસો અગીયાર, જ્ઞાનગંગા એજયુકેશન સોસાયટી હ. કૃષ્ણકાંતભાઇ ધોળકીયા રૂ. એક લાખ અગીયાર હજાર એકસો અગીયાર, સરસ્વતી શીશુમંદિર વતી ટ્રસ્ટી અનિલભાઇ કીંગર અને ખન્તીલભાઇ મહેતા રૂ. એક લાખ અગીયાર હજાર એકસો અગીયાર, દિનેશભાઇ સાલ (આર. એમ. જવેલર્સ) રૂ. એક લાખ અગીયાર હજાર, જયેન્દ્રભાઇ હિરાણી રૂ. એક લાખ અગીયાર હજાર, ડો. મયંકભાઇ ઠકકર (ગીરીરાજ હોસ્પિટલ) રૂ. એક લાખ આઠ હજાર, દીપકભાઇ વીરચંદભાઇ પટેલ રૂ. એક લાખ આઠ હજાર, ભુપતભાઇ બોદર રૂ. એક લાખ આઠ હજાર, ડો. હરેશભાઇ ભાડેસીયા રૂ. એક લાખ એક હજાર એકસો અગીયાર, ભુષણભાઇ ગજેરા રૂ. એક લાખ, દીપકભાઇ રાજાણી રૂ. એકાવન હજાર, અર્હમ પબ્લીકેશન અબતક મીડિયના સતિષભાઇ મહેતા રૂ. એકાવન હજાર મળી કુલ રૂ. ૧ કરોડ ૮૮ લાખ ૯૩ હજાર છસ્સો ચોસઠ પુરાની નીધી એકત્ર થઇ હતી.

  • રામ મંદિર નિર્માણ કાર્ય માટે તમે પણ અનુદાન આપી શકો છો

(૧) વર્ધમાન વિસ્તાર  કાર્યાલય જલજીત હોલ ની સામે, પટેલ મેડીકલ ની બાજુમાં, બોલબાલા માર્ગ રાજકોટ. સંપર્કઃ અશોકભાઈ મકવાણા મોઃ ૯૪૦૮૮ ૮૩૭૮૩, (૨) લક્ષ્મી વિસ્તાર કાર્યાલય રાધે શ્યામ ડેરી સામે, યુનિવર્સલ સ્કુલની બાજુ માં, રાઠોડ સુપર માર્કેટ ની બાજુમાં, ખીજડા વાળો રોડ, રાજકોટ. સંપર્કઃ  રાજેશભાઈ પરમાર મો. ૯૪૨૮૨ ૩૨૮૦૧, (૩) નટરાજ  વિસ્તાર કાર્યાલયઃ-૪૦૪, કુબેર કષ્ટ ભંજન કોમ્પ્લેકસ,ગીરીરાજ હોસ્પિટલ સામે, સુઝૂકી શો રૂમની બાજુમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ રાજકોટ - ૭ સંપર્કઃ- ભરતભાઈ જોષી મો.૯૯૯૮૮ ૭૧૭૫૫, (૪) મારૂતિ વિસ્તાર કાર્યાલયઃ- ''ક્રિષ્ના'', શિવાજી પાર્ક, શેરી નંબર-૨, ઇન્કમટેકસ સોસાયટી સામે, રૈયા રોડ, રાજકોટ સંપર્કઃ તુલશીભાઈ સાપરિયા મો. ૯૪૨૮૨ ૦૦૮૮૮, (૫) રણછોડ વિસ્તાર કાર્યાલય  બોમ્બે સુપર મોલ ર, વિઝન સ્કુલ પાસે, ડિ-માર્ટ પાછળ, કુવાડવા રોડ, રાજકોટ સંપર્ક : બાદલભાઈ સોમમાણેક મો. ૯૮૯૮૪ ૯૮૧૧૦

(2:56 pm IST)