Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

હોર્ડીંગ્સ બોર્ડની આવકમાં હજુ ૧II કરોડનું ગાબડુ

મ્યુ. કોર્પોરેશને બજેટમાં સુચવેલ ૬ કરોડની આવક સામે ૪II કરોડ જ આવ્યાઃ નવા પ૦ હોર્ડીંગ્સ બોર્ડ માટે સર્વે શરૂ કરાયો

રાજકોટ તા. રર :.. મ્યુ.કોર્પોરેશનની હોર્ડીંગ્સ બોર્ડની વાર્ષિક આવકનાં લક્ષ્યાંકમાં હજુ બે કરોડનું ગાબડુ છે. આથી લક્ષ્યાંક પુર્ણ કરવા એસ્ટેટ વિભાગને  નવા પ૦ જેટલા હોર્ડીગ્સ બોર્ડ શોધીને તેનો ચાર્જ વસુલવા માટે દોડાવાયો છે.

સત્તાવાર પ્રાપ્ત માહિતી મુજબ શહેરમાં ખાનગી એડ એજન્સીઓનાં જાહેર ખબર હોર્ડીંગ્સ બોર્ડનાં ચાર્જની વસુલાત માટે વર્ષ ર૦૧૭-૧૮ નાં નાણાકીય વર્ષ માટે બજેટમાં રૂ. ૬ કરોડનો લક્ષ્યાંક સુચવાયો છે. પરંતુ તેની સામે અત્યાર સુધીમાં ૪II કરોડની આવક જ થઇ છે.

આથી માર્ચ મહીનાં સુધીમાં બાકીનાં ૧II કરોડ એકત્રીત કરવા માટે હવે એસ્ટેટ વિભાગને દોડાવાયો છે અને પ૦ જેટલા ખાનગી હોર્ડીગ્સ બોર્ડનો સર્વે કરી તેનાં  ચાર્જ વસુલવા આદેશો અપાયા છે.

નોંધનીય છે કે હાલમાં વિગતો ચોપડે ૧૦ ગેન્ટ્રી બોર્ડ ૧૭૦ જેટલા હોર્ડીંગ્સ બોર્ડ નોંધાયેલ છે.

(4:17 pm IST)