Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

આવતા અઠવાડીયે પીજીવીસીએલના ૧૦ જેટલા હાઇલેવલ ઇજનેરોના પ્રમોશન સંદર્ભે ઇન્ટરવ્યુ

સ્કાડા કન્ટ્રોલરરૂમ ટુંક સમયમાં શરૂ કરાશે : રેસીડન્સ-કોમર્શીયલ કનેકશન અંગે હાલ કોઇ મુશ્કેલી નહી : રાજકોટના એડી. ચીફ ઇજનેર કોઠારીનો સમાવેશ : વર્ષ ર૦૧૭-૧૮નો ૧૬૦૦ કરોડનો ટારગેટ પૂરો થવાની તૈયારીમાં

રાજકોટ, તા. રર : પીજીવીસીએલના ચીફ ઇજનેર ટેકનીકલ શ્રી ગાંધીએ આજે 'અકિલા' સાથેની વાતચીતમાં ઉમેર્યું હતું કે હાઉસ-કોમર્શીયલ-ઔદ્યોગિતક અને કુવા એટલે એગ્રીકલ્ચરના નવા વીજ કનેકશનો આપવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. સામાન કે અન્ય કોઇ બાબતે હાલ કોઇ મુશ્કેલી નથી.

તેમણે ઉમેર્યું હતું કે આવતા અઠવાડીયે પીજીવીસીએલના ૧૦ જેટલા હાઇલેવલ ઇજનેરોના પ્રમોશન ઇન્ટરવ્યુ યોજાશે જેમાં એડીશ્નલ ચીફ ઇજનેરશ્રી ચીફ ઇજનેર અને એસીથી એડીશ્નલ ચીફ ઇજનેરનો સમાવેશ થાય છે. રાજકોટમાંથી શ્રી કોઠારીનો આ ૧૦મા સમાવેશ થાય છે.

વર્ષ ર૦૧૭-૧૮નો પીજીવસીએલનો ૧૬૦૦ કરોડનો ખર્ચ-આવકના ટારગેટ સામે શ્રી ગાંધીએ ઉમેર્યું હતું કે માર્ચ ૩૧ સુધીમાં આ પણ પૂર્ણ થઇ જશે. હાલ જાન્યુઆરીના આ મહીનામાં ૧રપ૦ થી ૧૩૦૦ કરોડ આસપાસ તો પહોંચી ગયા છે, ટાગરેટ પૂર્ણ કરી લેવાશે.

તેમણે ઉમેર્યું હતું કે એગ્રીકલ્ચરના જ આ વર્ષે ૬૪ હજાર કનેકશાનો આપી દેવાયા છે.

સ્કાડાનો કન્ટ્રોલરૂમ અંગે તેમણે જણાવેલ કે એકાદ ટેકનિકલ બાબત છે તે દૂર કરી લેવાશે અને હવે ટુંકમાં જ આ કન્ટ્રોલરૂમ શરૂ કરાય તેવી શકયતા છે.

તેમણે જણાવેલ કે વીજચોરી સામે ચેકીંગ સતત ચાલુ રખાયું છે, જેના પરિણામે ટી એન્ડ ડીલોસ પણ સતત ઘટયો છે જે સારૂ પરિણામ બતાવે છે.

(3:39 pm IST)