Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

સાલા એક મચ્છર...

૧ વર્ષમાં મચ્છરોએ દાટ વાળ્યો ડેન્ગ્યુ-ચિકનગુનિયા-મેલેરિયાના ૧૦૧૧ કેસ

કોર્પોરેશનની આરોગ્ય શાખાએ ર૦૧૭માં નોંધેલા રોગચાળાના આંકડા ચોંકાવનારા : આ વર્ષે પણ મચ્છરોનો ઉપદ્રવ ધીમીગતીએ શરૂ થયો છેઃ મેલેરિયા વિભાગને સતત દોડતો રાખવો જરૂરીઃ સરકારી ગ્રાન્ટ ઉપરાંત તંત્ર લાખો-કરોડો મચ્છર નાબુદી પાછળ ખર્ચે છે છતા રોગચાળો યથાવત

રાજકોટ તા.રર : મ્યુનિ. કોર્પોરેશનના આરોગ્ય શાખાને ચોપડે વર્ષ ર૦૧૭ માં ડેન્ગ્યુ-ચીકનગુનીયા, મેલેરિયા સહિત કુલ ૧૦૧૧ કેસ નોંધાયા છે આ વર્ષે પણ મચ્છરોનો ઉપદ્રવ ધીમીગતીએ શરૂ થયો છે તંત્ર દ્વારા લાખો-કરોડો રૂપિયા મચ્છર નાબુદી પાછળ ખર્ચાહોવા છતા રોગચાળો યથાવત છે.

આ અંગે કોર્પોરેશનની આરોગ્ય શાખામાંથી મળેલ આકડાકીય માહિતી મુજબ ૧ જાન્યુઆરીથી ૩૧ ડીસેમ્બર સુધીમાં મચ્છરજન્ય એટલે કે ડેન્ગ્યુના ૩પપ, ચીકનગુનીયા-૪૭૯ તથા મેલેરીયા ૧૮ર સહિત કુલ ૧૦૧૧ દર્દીઓ નોંધાયા છે. તથા ડેન્ગ્યુના ર૩૯ તથા ચીકનયુનીયાના ૧પ૮ શંકાસ્પદ કેસો નોંધાયા છ.ે

આમ, તંત્ર દ્વારા મચ્છર નાબુદી માટે સરકારી ગ્રાન્ટ ઉપરાંત લાખો-કરોડો રૂપિયા ખર્ચાતા હોય છ.ેતો પણ રોગચાળો યથાવત છે.

(3:26 pm IST)