Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

વોરા દંપતિનો લગ્નજીવનના ૫૧માં વર્ષમાં પ્રવેશ

તા.૧૪ ફેબ્રુઆરી ૧૯૬૭ થી ૨૧ જાન્યુઆરી ૨૦૧૮ લગ્નજીવનની વસંત પંચમીએ અખબારી જગતમાં આદર ધરાવતા શ્રી રમેશભાઈ વોરા અને શ્રીમતી જયોત્સનાબેન વોરાએ લગ્નજીવનનાં ૫૦ વર્ષ પૂરા કરી, પૂર્ણ તંદુરસ્તી સાથે ૫૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે સમાજના તમામ વર્ગમાંથી તેમના શુભેચ્છકો અભિનંદનવર્ષા (મો.૯૯૨૫૧ ૦૦૨૯૧) ઉપર કરી રહ્યા છે. રમેશભાઈ કહે છે તેમની સફળ જીવનયાત્રામાં જયોત્સનાબેનનો મહત્તમ ફાળો રહેલ છે.

વોરા દંપતિ કહે છે કે દાંપત્ય જીવનમાં સમજણનો દિવો જો હૃદયમાં દીપી ઉઠે તો લગ્ન જીવનને પ્રકાશમય બનાવતા કોઈ રોકી શકે નહિં.

હાલમાં શ્રી રમેશભાઈ વોરાએ પોતાના જીવનનાં ૭૬ વર્ષ પૂર્ણ કરી અને ૭૭માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. તેમના ધર્મપત્નિ જયોત્સનાબેન વોરાએ ૭૧ વર્ષ પૂર્ણ કરી અને તેમના જીવનના ૭૨માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. ધર્મપત્નિ શ્રીમતી જયોત્સનાબેન વોરા, ખૂબ જ ધાર્મિક, માયાળુ અને હસમુખ સ્વભાવના તેમજ દયાવાન અને જીવનની ઉંડી સુઝબુઝ ધરાવતા સ્વભાવના છે. રમેશભાઈ વોરાએ તેમના બહોળા મિત્ર મંડળ અને સમાજમાં ખૂબ જ માન, સન્માન પ્રાપ્ત કરેલ છે.

રમેશભાઈ હાલમાં ''આજકાલ''માં કોર્પોરેટ મેનેજર તરીકે સેવા આપી રહ્યા છે. હંમેશા તેઓ તેમના કામમાં નિપુણ રહેલ છે. ''આજકાલ'' પરિવારના ધરોહર શ્રી ધનરાજભાઈ જેઠાણી, ગ્રુપ એડીટર શ્રી ચંદ્રેશભાઈ જેઠાણી, મેનેજીંગ તંત્રીશ્રી અનિલભાઈ જેઠાણી તરફથી હંમેશ મળી રહેલ નૈતિક જુસ્સો તેમજ પીઠબળ માટે તેમનો આભાર માન્યો છે. રમેશભાઈ વોરાએ તેમજ રાજકીય આગેવાનો તથા અખબારી આલમ તથા તેમના માલિકો ઉચ્ચ અધિકારીઓ, પ્રતિષ્ઠિત વેપારીઓ, પોલીસ અધિકારીઓ સાથે ખૂબ સારો ઘરોબો કેળવ્યો છે. અન્ય સંસ્થાઓમાં પણ સેવા આપી છે. બહોળા મિત્ર મંડળ, પરિવાર અને સમાજ દ્વારા તેમને મળતુ માર્ગદર્શન, પીઠબળ તેમ ઉંડી સુઝબુઝ માટે તેઓ સદૈવ ઋણી છે. તેમનો મો. નં. ૯૯૨૫૧ ૦૦૨૯૧ ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.(૩૭.૬)

(11:51 am IST)