Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

સહિયર દ્વારા ઓનલાઇન ગરબા : કિર્તીદાન સહીતના કલાકારોની જમાવટ

રાજકોટ : સહિયર કલબ દ્વારા વર્ચ્યુઅલ નવરાત્રી રાસોત્સવનું આયોજન કરાયુ છે. ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ આરતી ગરબામાં ચોથા નોરતે મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી અને શ્રીમતી કૈલાશબેનના હસ્તે આરતી ઉતારવામાં આવી હતી. ચંદુભા પરમાર, યશપાલસિંહ જાડેજા, કૃષ્ણસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ રાણા (પીન્ટુભાઇ), પિયુષ રૈયાણી, ક્રિષ્નપાલસિંહ વાળા, પ્રકાશભાઇ કણસાગરા વગેરે સાથે જોડાયા હતા. ઓનલાઇન ગરબાના આ નવતર આયોજનમાં પ્રથમ દિવસે ગાયકવૃંદમાં રાહુલ મહેતા અને ચાર્મી રાઠોડે  તેમજ બીજા નોરતે કીર્તીદાન ગઢવીએ રંગત જમાવી હતી. રીધમ સેકશનમાં મોહનદાસ વાઘેલા સાથે રીચ મીકસર હીતેષ ઢાંકેસા સુકાન સંભાળી રહ્યા છે. મેલોડી સેકશનમાં દર્શીતા કાચા જોડાયા હતા. સાઉન્ડ સીસ્ટમ સુનિલ પટેલ અને મંચ સંચાલન જીલ એન્ટરટેઇનમેન્ટના શીશાંગીયા સંભાળી રહ્યા છે. ટેકનીકલ વ્યવસ્થા સંદીપ ટાંક સંભાળે છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા વિજયસિંહ ઝાલા, જયદીપ રેણુકા, દિવ્યરાજસિંહ ઝાલા, રાજભા ચુડાસમા, કરન આડતીયા, મિથુનભાઇ સોની, સમ્રાટ ઉદેશી, નેહલ માલેક, બંકીમ મહેતા, રાહુલસિંહ ઝાલા, જતીન આડેસરા, અભિષેક અઢીયા, સુશીલ ફીચડીયા, હિરેન ચંદારાણા, મનસુખભાઇ ડોડીયા, શૈલેષ પંડયા, સુનિલ પટેલ, ક્રિષ્નપાલસિંહ વાળા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:05 pm IST)