Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

વિજય કોમર્શિયલ કો-ઓપરેટીવ બેન્કની વાર્ષિક સાધારણ સભા

સહકારી બેંકોમાં અગ્રગણ્ય એવી વિજય કોમર્શિયલ-કો-ઓપરેટીવ બેન્ક લી. રાજકોટની ૪૬મી વાર્ષિક સાધારણ સભા તાજેતરમાં મળી હતી. સભામાં મોટા પ્રમાણમાં બેન્કના ડેલીગેટ બોર્ડ ઓફ ડીરેકટર્સના સભ્યો તથા આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે બેન્કના ચીફ એકઝીકયુટીવ ઓફિસર દિપકભાઇ મહેતાએ ઉપસ્થિત સર્વેનું સ્વાગત કરી બેન્કની બીઝનેશ ગતિવિધિ, વિકાસ, હાઇલાઇટસ વિગેરેની વિગતવાર છણાવટ કરી હતી. બેન્કનાં ચેરમેન ગોપાલભાઇ માકડીયાએ બોર્ડ ઓફ ડાયરેકટર્સના ગ્રૃપ એફર્ટ, ઇન્વોલ્વમેન્ટ, વિશ્વાસ અને સક્રિય સહકારના કારણે બેન્ક ઝડપથી પ્રગતિ કરી રહેલ હોવાનું જણાવેલ. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલ નાફકબનાં તથા ગુજરાત અર્બન કો-ઓપ. બેન્કનાં ચેરમેન જયોતિન્દ્રભાઇ મહેતાએ જણાવ્યું કે સહકારી બેન્કના સંચાલનનાં બધા પાવર રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયા પાસે આવી ગયેલ છે. સહકારી બેંકો ''સહકાર સે સમૃધ્ધિ'' ની વિચારધારા સાથે સતત વિકસી રહી છે નાના અને મધ્યમ લોકોને વેલ્થ ક્રિએશન સાથે એમ્પાવર કરવા માટેનું સૌથી મોટુ એન.જી.ઓ. છે. બેન્કનાં વાઇસ ચેરમેન દિપકભાઇ પટેલએ આભારવિધિ કરી વાર્ષિક સાધારણ સભા સંપન્ન કરેલ. 

(4:05 pm IST)