Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

સિવીલમાં પ વર્ષના બાળકનું શંકાસ્પદ કોરોનાથી મોત થતા દોડધામઃ કલેકટરે તપાસ રીપોર્ટ માંગ્યોઃ ડોકટરોને બોલાવ્યા

ડીવાઇન હોસ્પીટલમાંથી સીવીલમાં આવેલઃ ત્રણ દિવસથી તાવ અને શરદી-ઉધરસ હતા : કલેકટરશ્રી અરૂણ મહેશબાબુની રાજકોટની પ્રજાને અપીલઃ ખાસ સાવચેતી રાખો જરૂર પડયે જ બાળકોને બહાર કાઢો ભીડભાડવાળી જગ્યામાં ન જાવ અને બાળકોને પણ ન લઇ જાવ

રાજકોટ તા. ર૧ :.. કોરોનાની બીજી લહેર પુરી થઇ અને ત્રીજી લહેરની શંકા સેવાઇ રહી છે, અને ખાસ કરીને બાળકો માટે સરકાર ખાસ એલર્ટ કરી રહી છે. લોકોને અપીલ કરી છે, ત્યાં આજે સીવીલ હોસ્પીટલમાં પ વર્ષના બાળકનું શંકાસ્પદ કોરોનાથી મોત થતા ભારે ખળભળાટ મચી ગયો છે. સીવીલમાં હડંકપ સજાર્યો છે, અને ભારે ચર્ચા ઉપડી છે.

દરમિયાન આ બાબતે કલેકટરશ્રી અરૂણ મહેશબાબુને જાણ થતા તેઓ ચોંકી ઉઠયા હતા, અને બાળકને શું બીમારી હતી, તેમનો આરટી-પીસીઆર ટેસ્ટ અન્ય ટેસ્ટ વિગેરે તમામ બાબતે હોસ્પીટલના મેડીકલ સુપ્રિન્ટેન્ડન્ટ પાસેથી સંપૂર્ણ તપાસ રીપોર્ટ  મંગાવ્યો છે, ત્યારબાદ તમામ પ્રકારના પગલા લેવાશે.

દરમિયાન કલેકટરે 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ બાળકને ડીવાઇન હોસ્પીટલમાંથી સીવીલમાં લવાયેલ, તેને ત્રણ દિ'થી તાવ હતો, પ દિવસથી શરદી - ઉધરસ હતી, ગળામાં ઇન્ફેકશન હતું, મે સીવીલના મેડીકલ, સુપ્રી. તથા સીટીંગ ડોકટરને અત્યારે બોલાવ્યા છે, તેમણે અપીલ કરતા જણાવેલ કે લોકો પોતે તથા તેમના બાળકોનું ખાસ ધ્યાન રાખે, જરૂરી હોય તો જ બાળકોને બહાર લઇ જાય, અને ભીડભાડવાળી જગ્યામાં ન જાવુ બાળકોને પણ ખાસ માસ્ક પહેરાવો. 

(3:36 pm IST)