Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

મનપાની ફુડ શાખા દ્વારા ૩ કિલો અખાદ્ય પેટીસ- ૧૫ કિલો અખાદ્ય તેલ-૧૭ કિલો છાપેલ પસ્તીનો નાશ

રાજગરાનો ફરાળી ચેવડાના બે નમુના લેવાયાઃ ૧૫ સ્થળે ચેકીંગ

રાજકોટ તા. ૨૧: મ.ન.પા.ના આરોગ્ય તંત્ર દ્વારા શ્રાવણ મહિનામાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ રોકવા સતત ચેકીંગ ચાલુ છે જે અંતર્ગત રાજગરાનો ફરાળી ચેવડાના બે નમૂનાઓ લઇ સરકારી લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલી આપેલ હતા. જ્યારે ફરાળી ખાદ્યવસ્તુ વેચતા ૧૫ વેપારીઓને ત્યાં આરોગ્ય સંદર્ભનું ચેકીંગ કરી ૫ સ્થળોએથી ૩ કિલો પેટીસ, ૧૫ કિલો અખાદ્ય તેલ તથા ૧૭ કિલો છાપેલ પસ્તીનો નાશ કરવામાં આવ્યો છે.આ અંગે મનપાની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ ફુડ શાખા દ્વારા કરવામાં આવેલ કામગીરીન વિગતો આ મુજબ છે.

બે નમૂના લેવાયા

ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ મુજબ નમૂના લેવામાં આવેલ : (૧) રાજગરાનો ફરાળી ચેવડો (પ્રિપેર્ડ લુઝ) સ્થળ : શ્રી ચામુંડા ફરસાણ એન્ડ સ્વીટ માટે, ન્યુ આશ્રમ રોડ, સદગુરૂ કોમ્પલેક્ષ કુવાડવા રોડ Shraddha Bites “Rajgara Chevdo (200 gm pkd)” સ્થળ : શ્રધ્ધા નમકીન કોઠારીયા મે. રોડ પરથી લીધેલ છે.

પાંચ સ્થળોએથી અખાદ્ય ખોરાકનો નાશ

શ્રાવણ માસ દરમ્યાન ખાદ્યચીજનો (પ્રિપેર્ડ ફુડ)નો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હોય પ્રિપેર્ડ ખાદ્યચીજમાં વપરાતા ખાદ્યતેલની TPC વેલ્યુ ચકાસણી કરવામાં આવેલ. જેમાં સ્વીટ્સ એન્ડ સ્નેકસ ગોંડલ રોડ પરથી તપકીરવાળી પેટીસ ૩ કિ.ગ્રા. નાશ, ન્યુ રમેશ સ્વીટ માર્ટ, અંબાજી કડવા પ્લોટ દાજીયુ તેલ ૨ કિ.ગ્રા. નાશ, પટેલ ગાંઠીયા પેટીસ ગુરૂપ્રસાદ ચોકમાંથી દાજીયુ તેલ ૩ કિ.ગ્રા. નાશ બાલાજી ભવાની ફરસાણ ગુરૂપ્રસાદ ચોક માંથી છાપેલ પસ્તી ૮ કિ.ગ્રા, દાજીયુ તેલ ૪ કિ.ગ્રા નાશ તથા ભગવતી ફરસાણ ગુરૂપ્રસાદ ચોકમાંથી છાપેલ પસ્તી ૯ કિ.ગ્રામ. દાજીયુ તેલ ૬ કિગ્રા. નાશ કરવામાં આવ્યો હતું. 

(3:36 pm IST)