Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

આજી ડેમમાંથી અજાણ્યા યુવાનની ફુલાયેલી લાશ મળી

યુવાનની ઓળખ મેળવવા આજી ડેમ પોલીસે તપાસ આદરી

રાજકોટ તા. ર૧ : શહેરના આજીડેમમાંથી એક અજાણ્યા યુવાનની ફુલાયેલી લાશ મળી આવી આજીડેમ પોલીસે તેની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.

મળતી વિગત મુજબ માંડાડુંગર પાસે આર.કે.યુનિવર્સિટી ગેઇટ પાસે આજી ડેમમાં એક અજાણ્યા પુરૂષની લાશ તરતી હોવાની ભરતભાઇ નામના વ્યકિતએ ફાયરબ્રિગેડને જાણ કરતા બેડીપરા ફાયર બ્રિગેડના ફાયરમેન અરવિંદભાઇ, બાબુભાઇ, ધ્રુવભાઇ તથા ડ્રાઇવર ચંદુભાઇ સહિતે સ્થળ પર  પહોંચી યુવાનની ફલાયેલી લાશને બહાર કાઢી હતી. બાદ જાણ થતા આજી ડેમ પોલીસ મથકના પી.એસ. આઇ.એચ.એન. જામંગ તથા રાઇટર કીરિટભાઇ રામાવતે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. મૃતક યુવાન આશરે ૩પ થી ૪૦ વર્ષનો છે. તેણે જમણા હાથની કલાઇ પર અંગ્રેજીમાં આર ત્રોફાવેલ છે. તેણે કેસરી રંગનો કાળી લાઇનીંગ વાળો શર્ટ અને મહેંદી કલરનું જીન્સનું પેન્ટ પહેરલ છે. જો કોઇ આ યુવાનના સગા સંબંધી હોય તો આજી ડેમ પોલીસ સ્ટેશન ફોન નંબર ૭૪૩૩૮૧૪૮૦૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. 

(3:33 pm IST)