Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

વોરા સોસાયટીમાં ગોડાઉનમાં ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ જુગાર રમતા ૯ ઝડપાયા

ગોડાઉન માલીક સોહીલ ઝાલાવડીયાની શોધઃ રૂ.પપ હજારની રોકડ કબ્જે

રાજકોટ તા. ર૧ : જામનગર રોડ પર વોરા સોસાયટી સામે આવેલા માધાપર ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં આવેલા ગોડાઉનમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે ક્રાઇમબ્રાંચની ટીમે દરોડો પાડી જુગાર રમતા ૯ શખ્સોને પકડી લીધા હતા. મળતી વિગત મુજબ જામનગર રોડ પર વોરા સોસાયટી સામે માધાપર ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં આવેલા ગોડાઉનમાં જુગારધામ ચાલતુ હોવાની ક્રાઇમ બ્રાંચના કેન્સ પુષ્પરાજસિંહ જાડેજા તથા ધર્મેન્દ્રસિંહ ઝાલાને બાતમી મળતા માધાપર ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં સોહીલ ધીરજલાલ ઝાલાવડીયાના ગોડાઉનમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા મોરબી રોડ વેલનાથપરાની સામે પેટ્રોલ પંપની પાછળ રહેતા તોફીફ ઉર્ફે લાલો હુશેનભાઇ બહાઉદીન, મવડી રોડ પટેલ પાર્ક શેરી નં.૩ ના અશોક છગનભાઇ દેવડીયા, માધાપર ચોકડી પાસે ક્રિષ્ના બંગ્લોઝ શેરી નં.૩ બ્લોક નં. ૪૦ના ભાડે રહેતા પ્રફુલ જીવનભાઇ પાણખાણીયા, મવડી ૪૦ ફુટ રોડ પ્રિયદર્શન સોસાયટી શેરી નં.૧ ના ગોપાલ મગનભાઇ લાડવા, દોઢસોફુટ રોડ જશરાજનગર શેરી નં. ર ના નિલેશ હરીભાઇ લાડવા, મવડી રોડની બાજુમાં મધુરમ સોસાયટી શેરી નં.રના જીતેન્દ્ર દેવજીભાઇ કુકડીયા, મવડી ચોકડી બાલાજી પાર્ક શેરી નં.ર ના કમલેશ હરીભાઇ લાડવા, મવડી મેઇન રોડ લાભદીપ સોસાયટી શેરી નં. રના રજનીશ હીરજીભાઇ જેઠવા, મોરબી રોડ વેલનાથપરા શ્રીજીસરણમ એપાર્ટમેન્ટના અક્ષય મનોજભાઇ બીજવાણીને પકડી લઇ રૂ.પપ૦૦૦ ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી. આ કામગીરી પી.આઇ.વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ. આઇ. એમ.વી. રબારી, એ.એસ.આઇ. જયુભા, પ્રતાપસ્િંાહ, દિગ્વિજયસિંહ, હેડ કોન્સ. હરદેવસિંહ, અશોકભાઇ, એભલભાઇ, પુષ્પરાજસિંહ, ધર્મેન્દ્રસિંહ તથા સોકતભાઇ દ્વારા કરવામાં આવી હતી.

(2:56 pm IST)