Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

રાજકોટમાં મોડીરાત બાદ સવારે પણ ઝાપટું વરસી ગયું: વાદળછાયું વાતાવરણ

૨.૮ મી.મી. પાણી પડયું: કોર્પોરેશનના ફલડકંટ્રોલ રૂમમાં મોસમનો કુલ ૨૨ ઈંચ તો હવામાન ખાતામાં ૧૯ ઈંચ નોંધાયોઃ ભારે વરસાદની જોવાતી રાહ

રાજકોટ,તા.૨૧: દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા વરસી જાય છે. જયારે સૌરાષ્ટ્રમાં હજુ સુધી પણ જોઈએ તેટલો વરસાદ પડયો નથી રાજયમાં ૫૦ ટકાથી વધુ વરસાદની ઘટ્ટ જોવા મળી છે. જગતનો તાત રાહ જોઈને બેઠો છે. દરમિયાન હવામાન શાસ્ત્રીઓએ તો સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદ માટે હજુ રાહ જોવી પડશે.

રાજકોટ શહેરમાં પણ મેઘરાજા મનમુકીને વરસ્યા નથી. છેલ્લા કેટલાક દિવસોથી ઉકળાટ બફારાનો અનુભવ થઈ રહયો છે. ગઈકાલે પણ આવો જ માહોલ જોવા મળેલે રાત્રીના ૧૨ વાગ્યાની આસપાસ એકાએક હળવો. વરસાદ ચાલુ થઈ ગયેલ. વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો હતો. થોડીવાર ધીમીધારે વરસ્યો હતો.

તો આજે સવારે આઠ વાગ્યાની આસપાસ પણ ફરીથી ઝરમર વરસી ગયો હતો. ગઈકાલ સવારથી આજ સવાર સુધીમાં માત્ર ૨.૮ મી.મી. પાણી પડયું છે. સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજકોટ શહેરમાં મ્યુનિસીપલ કોર્પોરેશનના ફલડકંટ્રોલ રૂમમાં મોસમનો કુલ ૨૨ ઈંચ તો હવામાન ખાતામાં ૧૯ ઈંચ નોંધાયો છે.

(11:56 am IST)