Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

રાજકોટમાં પુરૂષોત્તમ રૂપાલાનું ભવ્ય સ્વાગત : કાર્યકરોમાં હરખની હેલી

રાજકોટ : ઉંઝાથી અમરેલી સુધીની ભાજપની જન આર્શીવાદ યાત્રા કેન્દ્રીય મંત્રી શ્રી પુરૂષોત્તમ રૂપાલાની આગેવાની હેઠળ આજે બપોરે ૩ વાગ્યે માધાપર ચોકડી ખાતે પહોંચી હતી ત્યારે શ્રી રૂપાલાજીનું ભાજપના પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, શહેર પ્રમુખ કમલેશ મિરાણી, બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ ઉદયભાઈ કાનગડ, મેયર શ્રી પ્રદિપ ડવ, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, સાંસદ રામભાઈ મોકરીયા, પ્રદેશ ભાજપ મહિલા અગ્રણી બીનાબેન આચાર્ય, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર સહિતના  આગેવાનોએ પુષ્પગુચ્છ અને ફુલહારથી ઉમળકાભેર સ્વાગત કર્યુ હતું. તે તસ્વીરમાં દર્શાય છે. અન્ય તસ્વીરમાં ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલી રહેલા શ્રી રૂપાલા દર્શાય છે. તેમજ ભાજપના કાર્યકરો સ્કુટર રેલી દ્વારા આ યાત્રામાં જોડાયા હતા તે નજરે પડે છે. ઉપરાંત વિવિધ સ્થળોએ શ્રી રૂપાલાજી ઉપર ફુલની પાંદડીઓ વરસાવી સ્વાગત કરાયુ હતું. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(11:53 am IST)