Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

ગાંજાનો જથ્થા સાથે નરસંગ પરાના રાજેન્દ્ર ઉર્ફે રાજને પકડી લેતી શહેર એસઓજી શાખા

રાજકોટ: શહેરપોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશ્નરશ્રી ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧ શ્રી પ્રવિણકુમાર તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૨ મનોહરસિંહ જાડેજા તથા મદદનિશ પોલીસ કમિશનર કાઇમ ડી.વી.બસીયા તથા એસ.ઓ.જી. પો.ઇન્સ. આર.વાય.રાવલએ રાજકોટ શહેરમા નાકોટીકસ પદાર્થની હેરાફેરી કે વેચાણ કરતા અને અસામાજીક પ્રવૃતિ આચરનારા કે આ પ્રકારના નાકોટીકસ પદાર્થનું ખરીદ વેચાણ કરતા કે સેવન કરનારા ઇસમો વિરુધ્ધ કાયૅવાહી કરવા સુચના આપેલ હોય જે સબંધે રાજકોટ શહેર પોલીસ પ્રતિબધ્ધ હોય જે અન્વયે આજરોજ તા.૨૦/૦૮/૨૦૨૧ ના રાજકોટ શહેર એસ.ઓ.જી. ના પો.સબ.ઇન્સ. ટી.બી.પંડયા તથા હે.કો. મોહીતસિંહ જાડેજા તથા હીતેષભાઇ પરમાર તથા રણછોડભાઇ આલ રાજકોટ શહેર માં પેટ્રોલીંગમા હતા દરમ્યાન કેસરીહીન્દ પુલ નીચે નરસંગપરા મ.પરા તરફ જવાના નદીના કાંઠાના રસ્તા ઉપર થી રાજેન્દ્ર ઉર્ફે રાજ ચંદુભાઇ અગ્રાવત જાતે બાવાજી ઉવ.૨૮ રહે. નરસંગપરા નદીના કાંઠે રાજકોટ વાળો શંકાસ્પદ હાલતમાં નીકળતા તેની પંચો રૂબરૂ અંગ જડતી કરતા તેના હાથ માંથી નશાકારક પદાથૅ ગાંજાનો જથ્થો મળી આવતા ધોરણસર કાર્યવાહી કરી આ અંગે બી.ડીવી. પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એકટ અંતગર્ત ગુન્હો નોંધવાની તજવીજ કરવામાં આવનાર છે. આરોપીની ઘરપકડ અંગેની કાયૅવાહી કોવીડ ટેસ્ટ બાદ કરવામાં આવશે.

મળી આવેલ મુદામાલ: (૧) ગાંજાનો જથ્થો ૧૪૦ ગ્રામ કિ.રૂ.૧૪૦૦/

આરોપી: રાજેન્દ્ર ઉર્ફે રાજુ ચંદુભાઇ અગ્રાવત જાતે બાવાજી ઉવ.૨૮ રહે. નરસંગપરા નદીના કાંઠે રાજકોટ

કામગીરી કરનાર ટીમ: આર.વાય.રાવલ પો.ઇન્સ. તથા એસ.ઓ.જી. ના ટી.બી.પંડયા પો.સબ.ઇન્સ તથા હે.કો. મોહીતસિંહ જાડેજા તથા હીતેષભાઇ પરમાર તથા રણછોડભાઇ આલ.

 

(8:51 pm IST)