Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

PMSVANidhi યોજના હેઠળ બે દિવસમાં ૪૩૩ શહેરી ફેરીયાઓને બેંકો દ્વારા લોન સહાય મંજુર

મનપા દ્વારા આગામી તા. ૨૪ થી ૨૫ના ફરી કેમ્પનું આયોજન

રાજકોટ,તા. ૨૧: ભારત સરકારશ્રી દ્વારા 'શેરી ફેરિયાઓ માટે PMSVANidhi (PM Street Vendors AtmaNirbharNidhi) યોજના મારફત શેરીફેરિયાઓ તેઓની આજીવિકા પુનઃસ્થાપિત કરી શકે તે હેતુથી પ્રથમ તબક્કામાં રૂ.૧૦,૦૦૦/- સુધીની વર્કિંગ કેપિટલ લોન સિકયુરીટી વિના બેંકો મારફત મળવાપાત્ર થાય છે તથા પ્રથમ લોન પૂર્ણ થયેલ લાભાર્થીઓને રૂ.૨૦,૦૦૦/- સુધીની વર્કિંગ કેપિટલ લોન સિકયુરીટી વિના બેંકો મારફત સરળતાથી મળી રહે તે માટે તા.૧૭ જૂન તથા તા.૧૮ જૂન સુધી દિવસ-૦૨ માટે લોન મંજુરી માટે મહાનગરપાલિકામાં આવેલ શ્રી રમેશભાઇ છાયા સભાગૃહમાં કેમ્પનું આયોજન કરવામાં આવેલ. બે દિવસમાં ૪૩૩ શહેરી ફેરીયાઓને બેંકો દ્વારા લોન સહાય મંજુર કરવામાં આવી.

આ યોજનામાં સમગ્ર રાજકોટ શહેરના હોકર્સ ઝોન તથા શહેરનાં છુટા-છવાયા સ્થળે ફેરી કરતા મહત્ત્।મ શેરીફેરિયાઓને લાભ મળી રહે તે હેતુસર મહાનગરપાલિકા દ્વારા વધુને વધુ શહેરી ફેરીયાઓને લોન મંજુર થાય તે માટે અન્ય બેંકો સાથે સંકલન કરી કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ કેમ્પમાં ૯ સહભાગી થયેલ. વિશેષ આ યોજનામાં લાભાર્થીઓને બેંક ખાતે વારંવાર મુલાકાત ન લેતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સભા ગૃહમાં એક જ જગ્યા પરથી લાભાર્થીનાં ડોકયુમેન્ટ મેળવી લોન મંજુરની પ્રક્રિયા સરળતાથી થાયતે પ્રકારની સુચારુ વ્યવસ્થા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ. આ કેમ્પમાં તા.૧૭ જૂનનાં રોજ ૨૪૦ લાભાર્થીઓની અને ૧૮ જૂન નાં રોજ ૧૯૩ લાભાર્થીઓ મળી કુલ ૪૩૩લાભાર્થીઓની લોન મંજુરીની પ્રક્રિયા બેંકો દ્વારા હાથ ધરવામાં આવેલ છે. આ માટે બે દિવસ દરમિયાન ૧૭૨૯ જેટલા લાભાર્થીઓનો સંપર્ક કરવામાં આવેલ હતો.

વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આગામી તા.૨૪ જૂન તથા તા.૨૫ જૂનનાં રોજ વધુ ને વધુ લોન અરજીઓ મંજુર થાય તે માટે બેંકોનાં સહયોગ થી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. તેમજ કેમ્પના સ્થળે અસંગઠિત ક્ષેત્રનાં કામદારો માટે ઈશ્રમ કાર્ડ રજીસ્ટ્રેશનની કામગીરી પણ કરવામાં આવી રહેલ છે.

PM SVANidhi યોજનાનો લાભ મહતમ ફેરિયાઓને લેવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે. જેમાં લાભ લેવા ઇચ્છતા લાભાર્થીઓએ મોબાઈલ ઉપરાંત આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, બેંક પાસબુક, ઓરીઝનલ અને ઝેરોક્ષ નકલ સાથે ફશ્ન્પ્ સેલ રાજકોટ મહાનગરપાલિકા ઢેબર રોડ ખાતે સંપર્ક કરવાનો રહેશે. તેમ મનપાની સતાવાર યાદીમાં જણાવાયું છે.

(4:26 pm IST)