Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

તંદુરસ્‍ત શરીર માટે યોગ અને વ્‍યાયામ જરૂરીઃ વજુભાઇ વાળા

મ્‍યુ.કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ ૮૧ સ્‍થળોએ આયોજનઃ વિશ્વ યોગાદિનની કરાઇ ઉજવણીઃ રેસકોર્ષ મેદાનમાં પુર્વ રાજયપાલ વજુભાઇ વાળા, પુર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી, મેયર પ્રદીપ ડવની ઉપસ્‍થિથિ

રાજકોટ,તા. ૨૧ : મહાનગરપાલિકા દ્વારા આજે ‘વિશ્વ યોગ દિન' નિમિતે મહાનગરપાલિકા દ્વારા રેસકોર્ષ, નાના મવા સર્કલ પાસેના ગ્રાઉન્‍ડ, પૂ.રણછોડદાસ બાપુના આશ્રમ સામેનું ગ્રાઉન્‍ડ, જુદી જુદી સ્‍કુલો, લાઈબ્રેરી વગેરે કુલ-૮૧ જગ્‍યાએ યોગ કાર્યક્રમની ઉજવણી કરાઈ હતી. આ અવસરે દેશના પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ કર્ણાટકના મૈસુરના પેલેસ ખાતેથી ઉદબોધન કરેલ હતું.
આ અવસરે રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળાએ જણાવેલ કે, ભારતમાં દરેક યોગી બને, આસન એ યોગનો જ એક ભાગ છે. આસનમાં જુદા જુદા ભાગો છે જેમાં નિયમ, સત્‍ય, અહિંસા, બ્રહ્મચર્ય, સ્‍વચ્‍છતા વગેરેના સંસ્‍કારોનું સિંચન થાય છે. તંદુરસ્‍ત શરીર માટે યોગ અને વ્‍યાયામ જરૂરી છે. આજે લગભગ ૧૭૦ જેટલા દેશોમાં આપણી સંસ્‍કૃતિ અને પદ્ધતિનું અનુકરણ કરાયું છે. યોગ દ્વારા તન અને મનને મજબુત બનાવો અને રાષ્ટ્રની એક એક વ્‍યક્‍તિ રાષ્ટ્રને મજબુત બનાવે છે. ‘સર્વે સન્‍તુ સુખીના, સર્વે સન્‍તુ નિરામયા' તેમ અંતમાં પૂર્વ રાજયપાલએ જણાવેલ.
આ પ્રસંગે રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે મેયર ડો.પ્રદિપ ડવએ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવેલ કે, નરેન્‍દ્રભાઈ મોદીના પ્રયત્‍નોથી સંયુક્‍ત રાષ્ટ્ર દ્વારા ૨૧ જુનનો દિવસ ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. હિમાલયની ટોચ પરથી સમગ્ર દરિયાના વિસ્‍તાર સુધી સમગ્ર દેશમાં આજે યોગદિનની ઉજવણી થઈ રહી છે. નિયમિત જીવનમાં યોગ કરી ‘યોગી બનો, નિરોગી બનો અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનો' તેમ અંતમાં મેયરશ્રીએ જણાવેલ.મેયરએ જણાવ્‍યુ હતું.
આ ઉપરાંત ગોવિંદભાઇ પટેલ, ધનસુખભાઇ ભંડેરી, કશ્‍યપભાઇ શુકલ તથા કિશોરભાઇ રાઠોડે, ઉપસ્‍થિ સર્વેને જણાવેલ કે, દેશના પ્રધાનમંત્રી સાચા અર્થમાં યોગને સ્‍વીકૃતિ આપી છે અને સમગ્ર વિશ્વનને તેને સ્‍વીકારેલ છે. આજના દિવસે તમામ લોકો તન અને મનથી સમૃધ્‍ધ બને તેવી શુભેચ્‍છા આપી હતી.
સેન્‍ટ્રલ ઝોન
આ પ્રસંગે સેન્‍ટ્રલ ઝોન રેસકોર્ષ ગ્રાઉન્‍ડ ખાતે માન.પૂર્વ રાજયપાલ-કર્ણાટક વજુભાઈ વાળા, મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, મ્‍યુનિ.કમિશ્નર અમિત અરોરા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી નરેન્‍દ્રસિંહ ઠાકુર કોર્પોરેટર મનિષભાઈ રાડીયા, નિલેશભાઈ જલુ તેમજ આર્ટ ઓફ લિવિંગના સિનીયર દિપક પંજાબી તથા તેમની ટીમ, રાજકોટ મહાનગરપાલિકાના ડે.કમિશ્નર સી.કે.નંદાણી, મ્‍યુનિ.સેક્રેટરી ડો.એચ.પી.રૂપારેલીઆ, આસી.કમિશ્નર હર્ષદ પટેલ, વાસંતીબેન પ્રજાપતિ, ટાઉન પ્‍લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયા, ચીફ ફાયર ઓફિસર આઈ.વી.ખેર, ઠેબા, સિટી એન્‍જીિનયર વાય.કે.ગોસ્‍વામી, અલ્‍પના મિત્રા, હેમેન્‍દ્ર કોટકતથા બી.ડી.જીવાણી, ડે.એન્‍જીિનયર એસ.એસ.ગુપ્તા, આસી.મેનેજર ઉનાવા, અમિત ચોલેરા, દિપેન ડોડીયા, વોર્ડ ઓફિસર્સ, સુરક્ષા અધિકારી ઝાલા, જય ગજજર સહિતના અધિકારીઓ તેમજ બહોળી સંખ્‍યામાં શહેરીજનો અને વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો વગેરે ઉપસ્‍થિત રહેલ.
વેસ્‍ટ ઝોન
વેસ્‍ટ ઝોન ખાતે નાના મવા સર્કલ પાસેના ગ્રાઉન્‍ડ ખાતે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ, ગુજરાત મ્‍યુનિ.ફાઈનાન્‍સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, સ્‍ટેન્‍ડીંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, શાસક પક્ષ દંડક સુરેન્‍દ્રસિંહ વાળા, રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ વિક્રમભાઈ પુજારા, મંત્રી રઘુભાઈ ધોળકીયા, ડે.કમિશ્નર એ.આર.સિંહ, કોર્પોરેટર રણજીતભાઈ સાગઠીયા, વિનુભાઈ સોરઠીયા, મગનભાઈ સોરઠીયા, નરેન્‍દ્રસિંહ વાઘેલા, અશ્વિનભાઈ પાંભર, જીતુભાઈ કાટોળીયા, ભાનુબેન બાબરીયા, મિતલબેન લાઠિયા, ડો.દર્શનાબેન પંડ્‍યા, લીલુબેન જાદવ, તેમજ ભાજપ અગ્રણી મનહરભાઈ બાબરીયા, પ્રવિણભાઈ સેગલીયા, કાથડભાઈ ડાંગર ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ, સિટી એન્‍જી. ગોહિલ, પર્યાવરણ ઈજનેર પરમાર, આસી.મેનેજરશ્રીઓ, વોર્ડ ઓફિસર તથા અન્‍ય કર્મચારીઓ, પતંજલિના યોગગુરૂઓ, શહેરના નગરજનો, વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો વગેરે બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલ.
ઇસ્‍ટ ઝોન
ઈસ્‍ટ ઝોન પૂ.રણછોડદાસ બાપુ આશ્રમ સામેના ગ્રાઉન્‍ડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયા, એસ્‍ટેટ કમિટી ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા, કાયદો અને નિયમોની સમિતિ ચેરમેન કંચનબેન સિદ્ધપુરા, વોર્ડ નં.૪ના પ્રભારી દીપકભાઈ પનારા, મહામંત્રી કાનાભાઈ ઉઘરેજા, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ રાજેશ્રીબેન, મંત્રી મનીષાબેન સેરસીયા તથા નૈનાબેન, વોર્ડ નં.૫ના પ્રભારી રમેશભાઈ અકબરી, શહેર ભાજપ મહિલા મોરચાના ઉપપ્રમુખ સોનલબેન ચોવટીયા, વોર્ડ નં.૬ના મહિલા મોરચાના પ્રમુખ કિન્નરીબેન ચૌહાણ, સિટી એન્‍જી.અઢીયા તથા અધિકારીઓ, કર્મચારીઓ વગેરે ઉપસ્‍થિત રહેલ.
પૂ.મહાત્‍મા ગાંધી મ્‍યુઝીયમ ખાતે દિવ્‍યાંગો અને યોગ એક્‍સપર્ટ બાળકો દ્વારા યોગનું સફળ આયોજન કરવામાં આવેલ. મુખ્‍ય મહેમાન તરીકે પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા તથા ભાવનગર શહેર પ્રભારી અને સ્‍ટેન્‍ડીંગ કમિટી પૂર્વ ચેરમેન કશ્‍યપભાઈ શુક્‍લ ઉપસ્‍થિત રહેલ. તેમજ અહી જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્‍ડેશનના બાળકો તથા ટ્રસ્‍ટી અપુલભાઈ દોશી, રોહિતભાઈ કાનાબાર, અજયભાઈ લાખાણી, મિતેશભાઈ ગણાત્રા, પીનાબેન દવે ઉપસ્‍થિત રહેલ. તેમજ યોગ ઇન્‍સ્‍ટ્રક્‍ટર તરીકે જયોતિબેન પરમાર તેમજ આસી.મેનેજર બી.એલ.કાથરોટીયા, ડે.એમ.ઓ.એચ. ડો.હાર્દિક મહેતા ઉપસ્‍થિત રહેલ. કાર્યક્રમનું સંચાલન કોમ્‍યુનિટી ઓર્ગેનાઈઝર દીપ્તિબેન અગરિયાએ કરેલ.

 

(4:06 pm IST)