Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

એસ.ટી.બસ સ્‍ટેશનમાંથી જયોતિબેન દેત્રોજાના પર્સમાંથી ૮ હજારના મોબાઇલની ચોરી

એ-ડીવીઝન પોલીસે તપાસ આદરી

રાજકોટ તા.ર૧ : ઢેબર રોડ પર એસ.ટી.બસ સ્‍ટેશનમાં વઢવાણના જોરાવરનગરની યુવતીના પર્સમાંથી કોઇ અજાણ્‍યો શખ્‍સ મોબાઇલ ચોરી જતા ફરીયાદ થઇ છે.મળતી વિગત મુજબ વઢવાણના જોરાવરનગર જુની લુહાર સુથારવાડીમાં રહેતા જયોતીબેન રમેશભાઇ દેત્રોજા (ઉ.રપ) બે દિવસ પહેલા રાજકોટ એસ.ટી.બસ સ્‍ટેશનમાં આવ્‍યા હતા ત્‍યારે કોઇ અજાણ્‍યા શખ્‍સે તેના પર્સમાંથી રૂા. ૮ હજારની કિંમતનો મોબાઇલ ફોન ચોરી કરી નાશી ગયો હતો.

આ બનાવ અંગે જયોતીબેને એ-ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા એ.એસ.આઇ. રાજેશભાઇ સોલંકીએ તપાસ હાથ ધરી છે.

(4:25 pm IST)