Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

શિક્ષણ સમિતિની અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ડ્રો પધ્ધતીથી ૭પ બાળકોને પ્રવેશ અપાયો

રાજકોટઃ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ હસ્તક ત્રણ અંગ્રેજી માધ્યમની શાળાઓ કાર્યરત છે તેમાં SNK ગૃપના  J.H.P. FOUNDATION નાં સહયોગથી મધ્યમ ગરીબ વર્ગના બાળકોને આધુનિક શિક્ષણ મળી રહ્યું છે. ત્રણ શાળાઓમાં પ્રવેશ માટે આવેલ અરજી પૈકી કુલ ૭પ છાત્રોને પારદર્શક ડ્રો પધ્ધતીથી પ્રવેશ આપેલ હતો. કાર્યક્રમની શરૂઆત કાર્યક્રમ અધ્યક્ષ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણીના હસ્તે કરવામાં આવેલ હતી. આ તકે કાર્યક્રમ ઉદ્દઘાટક ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ અને પૂર્વ ચેરમેન મ્યુ. ફા. બોર્ડ ઓફ ગુજરાતના શ્રી ધનસુખભાઇ ભંડેરી ખાસ ઉપસ્થિત રહેલ. આ કાર્યક્રમમાં ડો. દર્શીતાબેન શાહ, પુષ્કરભાઇ પટેલ, વિનુભાઇ ધવા, નરેન્દ્રસિંહ ઠાકુર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઇ પંડિત, વા. ચેરમેન સંગીતાબેન છાયા, શાસનાધિકારી કિરીટસિંહ પરમાર, શિક્ષણ સમિતિ સદસ્ય રવિભાઇ ગોહેલ, તેજસભાઇ ત્રીવેદી, કિરીટભાઇ ગોહેલ, ડો. વિજયભાઇ ટોળીયા, ફારૂકભાઇ બાવાણી, ધૈર્યભાઇ પારેખ, શરદભાઇ તલસાણીયા, ડો. પીનાબેન કોટક, કિશોરભાઇ પરમાર, જયંતીલાલ ભાખર, ડો. અશ્વિન દુધરેજીયા, જાગૃતીબેન ભાણવડીયા ઉપસ્થિત રહેલ તેમજ તેના માર્ગદર્શન હેઠળ યુ.આર.સી. સી.આર.સી., ઓફિસ સ્ટાફ હાજર રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવેલ.

 

(3:29 pm IST)