Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

રાજકોટ પોલીસ હેડ કવાર્ટર ખાતે ઉજવાયો આઠમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

એડિશ્નલ પોલીસ કમિશ્નર ખુર્શીદ અહેમદ રેન્જ આઇ.જી. સંદિપસિંઘ સહિતના ઉચ્ચ અધિકારીઓએ કર્યા યોગાસન

રાજકોટ તા. ૨૧ : 'માનવતા માટે યોગ' વિષય પર દુનિયાભરમાં યોગ દિવસની ઊજવણી થઈ રહી છે ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા યોગ દિવસ નિમિત્તે પરેડ ગ્રાઉન્ડ ખાતે આજે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં હાર્ટફૂલનેસ ફાઉન્ડેશન તરફથી શ્રી લલિતભાઈ ચંદેર દ્વારા રિલેકસેશન અને મેડિટેશન અંગે માહિતી આપી હતી. મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રીના સાબરમતીથી LED સ્ક્રિન પર લાઈવ કાર્યક્રમ સાથે યોગ કરવામાં આવેલ.
ચેરમેન શ્રી અપૂર્વભાઈ મણિયારના નેજા હેઠળ  વિદ્યાભારતી દ્વારા સંચાલિત સરસ્વતી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યા મંદિરોના ૧૫૦૦થી વધુ વિદ્યાર્થીઓ, ૧૦૦ જેટલા આચાર્યો, પ્રધાનાચાર્ય તેમજ ટ્રસ્ટીઓ જોડાયા હતા.
આ તકે પોલિસ કમિ'રશ્રી રાજુ ભાર્ગવ, જોઇન્ટ સી.પી. ખુર્શીદ અહેમદ,  રેન્જ આઇ.જી. સંદીપ કુમાર, તેમજ અન્ય પોલિસ અધિકારીઓ પોલીસના જવાનો, પોલીસ પરિવારના સભ્યો વગેરે ઉપસ્થિત રહી યોગના આસનો કર્ર્યા હતા.

 

(3:28 pm IST)