Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

અખિલ હિંદ મહિલા પરિષદ દ્વારા યોગા

 આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે અખિલ હિંદ મહિલા પરિષદ દ્વારા રમણીક કુંવરબા વૃધ્ધાશ્રમ અને શહેરી આરોગ્ય કેન્દ્ર લક્ષ્મીવાડી એમ બન્ને સ્થળે યોગના વર્ગો ગોઠવવામાં આવ્યા હતા. સવિશેષ રીતે વયસ્ક આશ્રમવાસી સર્વેને નિરોગી રહેવા માટે યોગ નિદર્શન સાથે જરૂરી માર્ગદર્શન અપાયુ હતુ. મહિલા પરિષદના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો. ભાવના જોષીપુરાની  પ્રેરક ઉપસ્થિતીમાં યોગ પ્રશિક્ષક શ્રીમતી પારૂલબેન દેસાઇએ વિવિધ યોગ કરાવ્યા હતા. આરોગ્ય કેન્દ્રના ડો. મૌલી ગણાત્રા ,ડો. રાજવીબેન તેમજ વૃધ્ધાશ્રમના ગૃહમાતા કુસુમબેન ઠાકર ઉપસ્થિત રહ્યા હતા.

 

(3:24 pm IST)