Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

ચેક રિટર્નના કેસોમાં નીચેની કોર્ટ દ્વારા થયેલ સજાના હુકમને કાયમ રાખતી સેસન્સ કોર્ટ

રાજકોટ,તા. ૨૧ઃ શહેરમાં રહેતા યુવકે મિત્રતાના દાવે આપેલી રકમ ચૂકવવા આપેલો ચેક પરત ફરવાના ગુનામાં આરોપીને અદાલતે એક વર્ષની સજા અને ચેકની રકમ મુજબ વળતર ચૂકવવા હુકમ કરેલો જે હુકમને આરોપી પડકારી ઉપલી અદાલતમાં કરેલી અપીલ ફગાવી દઈ નીચેના કોર્ટના હુકમને સેશન્સ કોર્ટે યથાવત રાખ્યો છે.

વધુ વિગત મુજબ શહેરમાં રહેતા હીતેશભાઈ ભગવાનજીભાઈ મુંગરા એ ભાવેશભાઈ વિઠલભાઈ બવાડીયાને મિત્રતાના સબંધે રૃા. ૪,૨૦લાખ હાથ ઉછીના આપેલા. હીતેશભાઈ મુંગરાએ રકમ પરત માંગતા ભાવેશભાઈ એ રૃા. ૪,૨૦ લાખનો ચેક આપેલો અને જે ચેક રીટર્ન થતા હીતેશભાઈ એડવોકેટ રક્ષિતભાઈ કલોલા મારફતે લીગલ નોટીસ આપેલ તેમ છતાં ૨કમ પરત ન ચુકવતા ફરીયાદીએ રાજકોટ ની ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ સમક્ષ નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ-૧૩૮ મુજબ ફરીયાદ દાખલ કરેલી.

આ ફરીયાદ ચાલી જતા કોર્ટ દ્વારા ભાવેશ બવાડીયા ને ૧ વર્ષની સજા તથા રૃા. ૪,૨૦ લાખ ફરીયાદીને વળતર તરીકે ચુકવી આપવાનો હુકમ ફરમાવવામાં આવેલો અને જો આ વળતરની રકમ ફરીયાદીને પરત ન ચુકવે તો વધુ ૧ વર્ષ ની સાદી કેદ ની સજા ફરમાવવાનો હુકમ કરવામાં આવેલો બાદ આ કામના આરોપીએ સેશન્સ કોર્ટમાં આ હુકમ સામે અપીલ દાખલ કરેલી જેમાં એડવોકેટ રક્ષિત કલોલા ની મુખ્યત્વે દલીલ એવી રહી હતી કે અન્ય કોઈ પુરાવા આરોપી દ્રારા ૨જુ કરવામાં આવેલ નથી કે અન્ય કોઈ પણ વિશેષ વિગત અપીલના કામમાં રજુ થયેલ ન હોય તેમજ આરોપી દ્રારા પોતાના બચાવ માં કોઈ જ નવી વાત લાવી શકેલ ન હોય અપીલ ટકવાપાત્ર ન હોય રદ કરવા જણાવેલ જે રક્ષિત કલોલા ની ધારદાર દલીલોને ધ્યાને રાખી સેશન્સ કોર્ટ દ્વારા નીચેની કોર્ટ દ્રારા જે હુકમ ફરમાવવામાં આવેલો તે યથાવત રાખવાનો હુકમ ફરમાવેલો અને ૧૫ દિવસ ની અંદર સેશન્સ કોર્ટ સમક્ષ સરન્ડર થવાનો હુકમ ફરમાવવામાં આવેલો છે. ફરીયાદી હીતેશભાઈ મુંગરા વતી રાજકોટ ના એડવોકેટ રક્ષિત વી. કલોલા, રાહુલ બી. મકવાણા, અશ્વિન ડી. પાડલીયા, રવિરાજ રાઠોડ ભાર્ગવ બોડા, કૃણાલ એસ. ચિંધાણી રોકાયેલા હતા.

(3:20 pm IST)