Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

મહિલા કોલેજ અન્‍ડર બ્રિજ પાસે બખેડોઃ બ્રાહ્મણ પરિવારની કારને આંતરી માતા-પુત્રની ધોલધપાટ

ક્રિસ્‍ટલ મોલથી કાર આગળ ટુવ્‍હીલર પર જઇ રહેલા છોકરા-છોકરીઓ સાઇડ આપતા નહોતાં: વિરાજ ભટ્ટે હોર્ન વગાડતાં માથાકુટઃ એવરેસ્‍ટ પાર્કના ભટ્ટ પરિવારના લોકો ફિલ્‍મ જોવા જઇ રહ્યા હતાં

રાજકોટ તા. ૨૧: મહિલા કોલેજ અન્‍ડર બ્રિજ પાસે બ્રાહ્મણ પરિવારની ઇનોવા કારને આંતરી કેટલાક શખ્‍સોએ માતા-પુત્રને મારકુટ કરતાં બંનેને સારવાર માટે દાખલ કરવામાં આવ્‍યા હતાં.

જાણવા મળ્‍યા મુજબ કાલાવડ રોડ જડ્ડુસ પાસે એવરેસ્‍ટ પાર્કમાં રહેતાં વિરાજ ઉમેશભાઇ ભટ્ટ (ઉ.૨૨) તથા તેના માતા કિરણભાઇ ઉમેશભાઇ ભટ્ટ (ઉ.૪૪) સહિતના પાંચ સભ્‍યો સાંજે પાંચેક વાગ્‍યે ઘરેથી ઇનોવા કારમાં બેસી ગેલેક્‍સી સિનેમામાં ફિલ્‍મ જોવા જવા નીકળ્‍યા ત્‍યારે મહિલા કોલેજ અન્‍ડર બ્રિજ પાસે ટુવ્‍હીલર પર જઇ રહેલા શખ્‍સોએ કાર આંતરી ઝઘડો કરી બંને માતા-પુત્રને માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં એ-ડિવીઝનમાં જાણ કરવામાં આવી હતી.

સ્‍વજનના કહેવા મુજબ કાર ક્રિસ્‍ટલ મોલ પાસે પહોંચી ત્‍યારે અલગ અલગ ટુવ્‍હીલર પર કેટલાક છોકરા છોકરીઓ કારની આગળ હતાં. કાર વિરાજ ભટ્ટ હંકારી રહ્યો હતો. તેણે સાઇડ આપવા આ વાહન ચાલકોને હોર્ન વગાડી ઇશારો કર્યો હતો. પરંતુ છેકે મહિલા કોલેજ અન્‍ડર બ્રિજ સુધી સાઇડ આપી નહોતી. એ પછી  કાર ઉભી રખાવી હતી અને મારા મારી કરી હતી. એ-ડિવીઝન પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.

(3:16 pm IST)