Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

જીવનસાથીની પસંદગીની કઠણાઇ દુર કરવા મુસ્‍લીમ ઘાંચી સમાજ મેદાને, ૨૪ મી જૂલાઇએ પરિચય મેળો

રાજકોટઃ ગુજરાત રાજયના વસવાટ કરતા સમસ્‍ત ઘાંચી સમાજના દીકરાઓ તથા દીકરીઓની જીવનસાથી પસંદ કરવા માટે આજના સમયમાં ખુબજ મૂશ્‍કેલી તથા કઠણાઇ અનુભવવી પડે છે.આ સમસ્‍યાનો ઉકેલ લાવવા રાજકોટ સમસ્‍ત  મુસ્‍લિમ ઘાંચી સમાજના આગેવાનો સક્રિય થયા છે. અને તેથી તેઓએ નિઃશુલ્‍ક મુસ્‍લિમ ઘાંચી  સમાજના છોકરા તથા છોકરીઓ ના જીવન સાથી માટે પરિચય પંસદગી મેળાનું આયોજન કરેલ છે.

મુસ્‍લિમ ઘાંચી સમાજના દિકરાઓ તથા દીકરીઓ અપરણિત (કુંવારા) હોય તેમજ વિધુર, છુટા છેડા, તથા ત્‍યકતા(તાલાકશુદા), તેમજ વિકલાંગ હોય તેઓએ તેમના નામની નોંધણી કરવા માટે ફોર્મ ભરવાનું રહેશે. આ નોંધણી ફોર્મ ભરીને તારીખ૧૫/૦૭/૨૦૨૨ સુધીમાં ફોર્મમાં બતાવેલ કાર્યાલયમાં મોકલી આપવાનું રહેશે. રૂબરૂ અથવા ટપાલ,આંગડીયા મારફતે મોકલી આપવાનું  રહેશે. તેમજ ફોર્મમાં બતાવેલ વિગત મુજબ અનુસરવાનું રહેશે. તેમજ જરૂર પડયે ફોર્મમાં બતાવેલ મોબાઇલ નંબર પર સંપર્ક કરવો.

સમય મર્યાદામાં થયેલ નોંધણી પછી તારીખ ૨૪/૦૭/૨૦૨૨ રવિવારના રોજ આ જીવનસાથી મેળો, હલાઇ ઘાંચી સમાજ, રાજકોટ ખાતે યોજવામાં આવશે જેની માહિતી દરેક ઉમેદવારને અગાઉ ફોન દ્વારા આપવામાં આવશે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર સંપર્ક કરવા. પ્રમુખ-૯૯૯૮૧૭૫૪૯૦, ઉપપ્રમુખ-૯૯૭૪૭૫૬૭૯૮, મહામંત્રી- ૯૮૨૪૮૧૬૫૦૩ તેમ આજે ‘‘અર્કિલા'' કાર્યાલયની શુભેચ્‍છા મુલાકાતે પધારેલા અગ્રણીઓએ જણાવ્‍યુ હતું. આ પ્રસંગની તસ્‍વીરમાં આ પરિચય પસંદગી મેળાને સફળ બનાવવા માટે પ્રમુખ ઓસમાણભાઇ ભુવડ, તથા ઉપપ્રમુખ સોયેબભાઇ ગઢીયા, મહામંત્રી મહેબુબભાઇ પરમાર, અકબરભાઇ આગરીયા, અફજલભાઇ મેતર, મુસ્‍તુફા કચરા, ગુલામભાઇ વાડિયા, અલારખાભાઇ ઘોણીયા, હનીફભાઇ કરગથરા, મામદભાઇ મકવાણા તથા કારોબારી સભ્‍યો પુરી મહેનત કરી રહ્યા છે તે નજરે પડે છે.

(3:11 pm IST)