Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

રાષ્‍ટ્રપતિના ભવ્‍ય ભોજન સમારંભ અને આલિશાન બેન્‍કવેટ હોલની ઝાંખી

અતિ ભવ્‍ય અને જાજરમાન આલીશાન બેન્‍કવેટ હોલ છે : જે ૧૦૪ ફુટ લાંબો અને ૩૬ ફુટ પહોળો છે જેમાં એકી સાથે ૧૦૪મહેમાનો આરામથી ભોજન લઇ શકે તેવી ઉતમ વ્‍યવસ્‍થા છે : ભોજન તૈયાર થયા બાદ મુખ્‍ય બાર્વચી અને રાષ્‍ટ્રપતિ ભવનના ઉચ્‍ચ સુરક્ષા અધિકારી ચાખી ટેસ્‍ટ કરવા ફરજીયાત છે : ભોજન પીરસવા સમયે લેશ માત્ર અવાજ ન થાય તે માટે વિવિધ રંગીન લાઇટ પીરસણીયા સ્‍ટાફને ગાઇડ કરે છે : દેશ-વિદેશના મોંઘેરા મહેમાનો માટે વિવિધ ભોજન બનાવવા માટે ભવનના સેલરમા વિશાળ સાત વર્ગીકૃત કરેલ વિશાળ રસોયગૃહ છે : વાદીષ્‍ટ અવનવી વેજ-નોન વેજ ડીશ બનાવવા માટે હેડ કુક સહિત અંદાજે બીજા ત્રીસ સહાયક કુકની ફોજ ટીમ રસોય ઘરમા ફરજ બજાવે છે : ોજન માટે વાપરવામાં આવતા વિવિધ મસાલા તેલ, ઘી, બટર અન્‍ય સામગ્રીની ખરીદી માત્ર એગ્રીકલ્‍ચર કો-ઓપ. માર્કેટીંગ ફેડરેશનમાંથીજ કરવામાં આવે છે. આ તમામ વસ્‍તુની લેબોરેટરી ટેસ્‍ટ ફરજીયાત છે : માંસાહારી ભોજન માટે મટન, ચીકન, ફીસ, દિલ્‍હી કોર્પોરેશનના માન્‍ય વિક્રેતા પાસેથી જ ખરીદી તેની ગુણવતાની લેબોરેટરીમાં પરખ કરવામા આવે છે : ોજન માટેના તમામ શાકભાજી ફળો રાષ્‍ટ્રપતિ ભવનના વિશાળ કિચન ગાર્ડનમાં ઉગાડેલ પૂર્ણ ઓર્ગેનીક વાપરવામાં આવે છે : ભોજનગૃહમા અતિ કિંમતી કાચની પ્‍લેટો કચોરા (બાઅુલ) ચમચી, છરી, કાંટા ગ્‍લાસ જે સોના ચાંદીની ગ્‍લેટથી મઢેલા છે અને તેના ઉપર દેશની રાજમુદ્રા અને રાષ્‍ટ્રપતિ ભવન એમ્‍બોઝ લખાણ છે

 રાજકોટ તા. ૨૧ : જનજાગૃતી અભિયાન મંચના પ્રમુખ શ્રી તખુભા રાઠોડ દેશના બંધારણીય વડા માનનીય રાષ્‍ટ્રપતિશ્રીના વિદેશી મહેમાનોના રાષ્‍ટ્રપતિ ભવન ખાતે યોજાતા ભવ્‍ય ભોજન સમારંભ અને રાષ્‍ટ્રપતિ ભવનના લાજવાબ ભોજનગૃહ અંગે સંકલીત માહિતી મારફત પ્રજા અને વાંચકોને જણાવે છે. આપણી સંસ્‍કૃતિમા ઘરે ભોજન માટે આવનાર મહેમાનોના આવકાર સત્‍કારને ભોજન માટે આગવી પ્રણાલીક સ્‍થપાયેલ છે. દેશના સર્વોચ્‍ચ વડા માનનીય રાષ્‍ટ્રપતિશ્રીના દેશ વિદેશના મોંઘેરા મહેમાનો માટે રાષ્‍ટ્રપતિ ભવનના આલીશાન ભોજગૃહમાં યોજતા ભવ્‍ય ભોજન સમારંભની ભવ્‍યતા મહેમાનોના આગવા સત્‍કાર આવકારની પ્રણાલીકા અલગ છે. રાષ્‍ટ્રપતિશ્રીના મહેમાનો મોટા ભાગે વિદેશના જ હોય છે. આ મહેમાનો પણ જે તે  દેશના પ્રમુખ અને વી.વી.આઇ.પી. સુપ્રીમ હોઇ છે જેથી આવા ભોજન સમારંભને ‘‘ડીનર ડીપ્‍લોમસી'' કહેવાય છે, જેથી આ ભોજન સમારંભ ભવ્‍ય હોઇ એ સ્‍વાભાવીક છે.

રાષ્‍ટ્રપતિ ભવનમાં ભોજન સમારંભમાં સામેલ થનાર વિદેશી મહેમાનોનો કાર્યક્રમ દિવસો પહેલા ભવનમાં આવી જાય છે, જેમા મહેમાનોની ભોજન માટે પસંદ ના પસંદ ડીશ અંગેની માહિતી પણ સામેલ હોઇ છે.

મહેમાનોનો પ્રવાસ કાર્યક્રમ આવી જતા રાષ્‍ટ્રપતિ ભવનના મુખ્‍ય કુક (રસોઇયા) મહેમાનો માટે ભાવતા સ્‍વાદિષ્‍ટ ભોજન બનાવવાની પૂર્વ તૈયારીમાં લાગી જાય છે. રાષ્‍ટ્રપતિ ભવનના રસોડામાં વિવિધ શાકાહારી અને માંસાહારી ભોજન બનાવવાના અતિ કુશળ મુખ્‍ય રસોઇયા અને તેની મદદમાં અંદાજે ૩૦ રસોઇયા ફરજ બજાવે છે. ભોજન માટે પધારેલ વિદેશી મહેમાનોની ખાણી-પાણી અંગેની પસંદ નાપસંદગીની વિગત અગાઉ આવી ગયેલ હોવાથી ભોજન પકાવતા સ્‍ટાફ મહેમાનો માટે સુપથી મુખ્‍ય ભોજન અને ડેઝર્ટ સુધીની વિવિધ વાનગીઓ બનાવવાની પૂર્વ તૈયારીમાં લાગી જાય છે. દેશની ખાસ વાનગીનો મધુર સ્‍વાદ મહેમાન લઇ જાય તે માટે ભારતીય ટેસ્‍ટની પણ વિવિધ ડીશો ખાસ બનાવવામાં આવે છે. મેન્‍યુ ફાઇનલ થઇ ગયા બાદ આ મેન્‍યુ રાષ્‍ટ્રપતિ ભવનની ઓફીસમાં મંજુરી માટે મોકલાય છે, ત્‍યાથી આ મેન્‍યુની મંજુરી મળી જતા આ મેન્‍યુ રાષ્‍ટ્રપતિ ભવનના પે્રસમાં સોનેરી શાહીથી છપાઇ છે જેમાં ક્રમ મુજબ સુપથી ડેઝેટ સુધીનુ વાનગીઓનુ વર્ણન હોઇ છે.

મહેમાનો માટે ભોજન માટે વાપરવામાં આવતા તમામ ગ્રીન શાકભાજી તથા વિવિધ ફળો રાષ્‍ટ્રપતિ ભવનના વિશાળ બગીચામાં ઉગેલા હાઇજેનિક હોય છે જે રસાયણીક ખાતર, દવા વાપર્યા વગરના છે. આ તમામ શાકભાજી-ફળો રાષ્‍ટ્રપતિ ભવનના સેલરમા આવેલ વિશાળ એરકંડીશનર રસોડા કોઠારમાં આવ્‍યા બાદ રસોઇ ઘરનો સ્‍ટાફ સારા ફળ અને શાકભાજીને અલગ તાળવી તેની સફાઇ અને કટીંગ કરે છે.

રાષ્‍ટ્રપતિ ભવનમાં અતિ ભવ્‍ય અને વિશાળ રસોઇગૃહ આવેલ છે જે જુદા જુદા સાત ભાગમાં વર્ગીકૃત કરેલ છે જેમાં દરેક વિભાગમાં જુદી જુદી વાનગીઓ બનાવવામાં આવે છે જેવી કે બે્રડ, કેક, વિવિધ બિસ્‍કીટ અન્‍ય બેકરી વાનગીઓ, ભારતીય મીઠાઇ વાનગીઓ, જલેબી, ગુલાબજાંબુ, રબડી, માલપુઆ માટે અલગ વિભાગ તથા ગરમ વરાળની બનતી વાનગીઓ માટે પણ અલગ રસોડુ આવેલ છે. આ સિવાય ચા-નાસ્‍તા માટે પણ અલગ વિભાગ છે. આ તમામ વાનગીઓ રાંધવા માટે અતિ આધુનિક ગેસના ચુલાઓનો ઉપયોગ થાય છે. રસોડામાં એક ખાસ વિભાગ છે. જેમાં ભારતની વિવિધ નવી વાનગીઓ બનાવવા માટે ખાસ અખતરા થાય છે. જેની નવી વાનગીઓ બનાવવાની પ્રયોગશાળા પણ કહી શકાય.

મોટા ભાગના વિદેશી મહેમાનો માંસાહારી સાથે શાકાહારી ભોજન પસંદ કરે છે જેમના માટે ફીશ, મટન, ચીકન અને વિવિધ દિલ્‍હી કોર્પોરેશનના માન્‍ય વિક્રેતા પાસેથી જ ખરીદવામાં આવે છે તેમ છતા આ તમામ નોનવેજ ખાદ્ય સામગ્રી સરકારી લેબોરેટરીમાં કડક ચકાસણી કરાવ્‍યા બાદ જ રાષ્‍ટ્રપતિ ભવનના રસોઇ ઘરમાં પ્રવેશ મળે છે.

રાષ્‍ટ્રપતિ ભવનના રસોઇ ઘરમાં રાંધવામાં આવતી તમામ રસોઇ ખુબ જ સારી રીતે પાકે તે માટે ઉચ્‍ચ કવોલીટીના ફલેમ બર્નર ધુવા રહિત આધુનિક ચુલા વાપરવામાં આવે છે.

ભોજન બનાવવા માટે વાપરવામાં આવતો કાચો સામાન વિવિધ તેલ, ઘી, બટર અને અન્‍ય મસાલા અને અન્‍ય સામગ્રી માત્ર એગ્રીકલ્‍ચર કો-ઓપ. માર્કેટીંગ ફેડરેશન ઓફ ઇન્‍ડીયા પ્રા.લી. માંથી ચુસ્‍ત ચકાસણી બાદ ખરીદી રાષ્‍ટ્રપતિ ભવનના રસોડામાં આવે છે.

ભોજન તૈયાર થયા બાદ બનેલી તમામ વાનગીઓનું મુખ્‍ય કુક સહિત અન્‍ય કુક અને રાષ્‍ટ્રપતિ ભવનના સુરક્ષા અધિકારીઓ આ વાનગીઓને ચાખી, ટેસ્‍ટ કરી તૈયાર થયેલુ ભોજન મહેમાનોના ડાઇનીંગ ટેબલે આવે છે.

ડાઇનીંગ હોલની સિલીંગ (છત) ફ્રાંસ, યુરોપના ભવ્‍ય વિશાળ ઝુમરો અને ડેકોરેટીવ લાઇટથી સજાવેલ છે. ટુંકમાં દેશના ભુતકાળના રાજા મહારાજાના ભવ્‍ય રાજમહેલના ભોજનગૃહને ઝાંખો પાડે તેવો ભવ્‍ય અને જાજરમાન ગરીબ દેશના રાષ્‍ટ્રપતિનો બેન્‍કવેટ હોલ છે.

ભોજન માટે અતિ કિંમતી કાચની પ્‍લેટો કચોરા (બાવુલ) ચાંદી-સોનાના ગ્‍લેટ, ચડાવેલ ચમચીઓ, છરી, કાંટા ગ્‍લાસ, કિંમતી કાપડના નેપકીનો, આ તમામ વસ્‍તુઓ ઉપર એમ્‍બોઝ કરેલ ભારતની રાજમુદ્રા અને રાષ્‍ટ્રપતિ ભવન શબ્‍દો લખેલ છે.

વિશાળ ડાઇનીંગ ટેબલ ઉપર સજાવટ માટે રાષ્‍ટ્રપતિ ભવનના વિશાળ બગીચાના રંગબેરંગી ફુલોની ફુલદાની રાખવામા આવે છે જેથી વાતાવરણ સુગંધી બની જાય છે ને મહેમાનોના ભાવતા ભોજન સારી રીતે આરોગી શકે.

સ્‍વાદિષ્‍ટ ભોજન બનાવવાની પ્રક્રિયા બાદ હવે વાંચીએ સ્‍વાદીષ્‍ટ ભોજન અને તેની પીરસવાની સીસ્‍ટમ અંગે રાષ્‍ટ્રપતિ ભવનને શોભે એવો જ વિશાળ બેન્‍કવેટ હોલ છે. આ હોલ ૧૦૪ ફુટ લાંબો અને ૩૬ ફુટ પહોળો છે જેમાં એક સાથે ૧૦૪ મહેમાનો આરામ થી ભોજન લઇ શકે તેવા અતિ વિશાળ ડાઇનીંગ ટેબલ છે. આ ડાઇનીંગ ટેબલ અને તેની ખુરશીઓ અતિ મોંઘા વિદેશી લાકડાની નકશીકામ અને અરીસા જેવી પાલીસ વાળી છે. હોલનુ ફલોરીંગ અતિ કિંમતી ઇટાલીયન મારબલથી મઢેલ છે અને તેના ઉપર દેશ વિદેશના કલરફુલ ગાલીચા પથરાયેલા છે.

ભોજન સમારંભમાં સામેલ જ ેમહેમાન શાકાહારી છે તેની પ્‍લેટ આગળ એક કાચની નાની પ્‍યાલીમાં લાલ ગુલાબ રાખેલ છે જે પિરસણીયા સ્‍ટાફના સંકેત માટે છે કે આ મહેમાનને માત્ર શાકાહારી ભોજન પીરસવાનું છે.

મોંઘેરા મહેમાનો ભોજન પીરસવાની સીસ્‍ટમ પણ આગવી છે. વિવિધ વાનગીઓ પીરસવા સમયે બિલકુલ અવાજ ન થાય તે માટે બેંકવેટ હોલમાં લાલ, લીલી લાઇટો ગોઠવેલ છે. મુખ્‍ય બટલર લીલી લાઇટ કરે કે તુર્ત જ તમામ પિરસણીયા  પીરસવાનું શરૂ કરે છે. લાલ લાઇટ થતા મહેમાનોની ભોજન કરેલ ખાલી પ્‍લેટો ઉંચકી લેવામાં આવે છે.

માંસાહારી મહેમાનોને માંસાહારી ડીશ સાથે ભારતની દાલરાયસના મલાઇ કોફતા બાઉલી, હાંડી, અંજીર અને કિંમતી મશરૂમની બનેલ દમગુચ્‍છી રોટી, પરોઠા, નાન જમાડવામાં આવે છે. ભોજન પુરૂ થતા અંતિમ રાઉન્‍ડ ડેઝર્ટના આવે છે. આ ડેઝર્ટમાં પાઇનેપલ હલવો, સીતાફળ હલવો, રબડી, જલેબી વગેરે પીરસવામાં આવે છે.

ઉપરોકત તમામ વિવિધ વાનગીઓના ભોજનથી મહેમાનો તૃપ્‍ત થઇ ખુશી અને આનંદસહ ભોજનના ભરપેટ વખાણ કરી રાષ્‍ટ્રપતિના આભારસહ ડીન ડિપ્‍લોમેસી પુરી કરે છે.

: સંકલન:
તખ્તસિંહ (તખુભા) રાઠોડ
મો. ૯૮૨૪૨

(4:19 pm IST)