Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

નાટ્ય, સંગીત અને નૃત્યના કલાકાર રમેશ કડવાતરનંુ નિધન

વ્યવસાયે રીક્ષા ચાલક :: આર.કે. આર્ટગૃપ રાજકોટનું ચિત્રલેખા -મુંબઇ સ્પર્ધામાં પસંદગી પામેલ એવોર્ડ વિજેતા દ્વિઅંકિ નાટક 'ચિતરેલા મોરલાનો ટહુકો' ડિસેમ્બર

રાજકોટઃ છેલ્લા ૫૦-૬૦ વર્ષ થયા નાટક, સંગીત અને નૃત્યના કલાકાર રમેશ કડવાતરનું તા. ૨૦/૬ ના રોજ નિધન થયુ છે.૭૫ વર્ષિય આ કલાકાર કેન્સર ગ્રસ્ત હતાં.

તેના બાળપણના સાથી કલાકાર રહ્યા છે તે પીઢ નાટય કર્મી કૌશિક સિંધવે આ  સમાચાર આપતા જણાવ્યુ હતુ કે રમેશ આદિવાસી ભીલ સમાજના,વ્યવસાયે રીક્ષા ચાલક હોવા છતા તેેના બાળપણથી જ નાટય લક્ષી અભિનય, દિગ્દર્શન લેખન તથા સંગીત સાથોસાથ નૃત્યના પણ ઉમદા કલાકાર હતા. પોતાના આર.કે. ગૃપના બેનરમાં નાટક- સંગીતના કાર્યક્રમો રજુ કરતા હતા.

લાખણની કટાર, ઉઘાડી બારી, એક માળાના પંખી, અમોધ શસ્ત્ર, મુઠ્ઠીભર સપનું. ચીતરેલા મોરના ટહુકો, માણસ હોવાનો ડંખ, ફેમીલી ફેન્ટાસ્ટીક છે. અમારી દુનિયા તમારી દુનિયા(મૂળ નટસમ્રાટ નાટક) વિ. સંખ્યાબધ્ધ નાટકોમાં જવાબદારી પણ બખુબી નિભાવી હતી.પારિતોષિકો મેળવવામાં પણ સફળ રહ્યા હતા. ફિલ્મ સંગીતમાં રફી સાહેબ, મન્નાડે જેવા ઉચી રેન્જના કાર્યક્રમો દેશ ને વિદેશમાં પણ રજુ કર્યા હતા. પૂ. મોરારી બાપુ ના  હસ્તે તેને નાટય સેવાઓ માટે સન્માન પણ મળ્યુ હતુ. તેમ પીઢ નાટયકાર કૌશિક સિંધવે જણાવ્યુ હતું.

(3:03 pm IST)