Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

દોઢસોફુટ રોડ રવી રેસીડેન્‍સી પાસે અજાણ્‍યા યુવાનનું મોત

રાજકોટ તા.ર૧ : દોઢસો ફુટ રોડ પર રવી રેસીડેન્‍સી પાસે એક અજાણ્‍યા યુવાનનું બેભાન હાલતમાં મોત નિપજયુ હતું.
મળતી વિગત મુજબ દોઢસો ફુટ રોડ પર સ્‍ટર્લીંગ હોસ્‍પીટલની પાછળ રવી રેસીડેન્‍સીમાં ગઇકાલે ફુટપાર્થ પર એક આશરે ૪પ વર્ષનો અજાણ્‍યો યુવાન બેભાન હાલતમાં પડયો હોવાની કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્‍થળ પર પહોંચી યુવાનને સારવારમાં સિવીલ હોસ્‍પીટલમાં ખસેડાયો હતો ત્‍યાં તેનું સારવાર દરમ્‍યાન મોત નિપજયું હતું બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના પી.એસ.આઇ. એમ.આર.ઝાલા સહિતે હોસ્‍પિટલે પહોંચી યુવાનની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે જો કોઇ આ યુવાનના સગાસંબંધી હોય તો યુનિવર્સિટી પોલીસ સ્‍ટેશન ફોન નં. ૦ર૮૧ રપ૭પ૧ર૪ ઉપર સંપર્કકરવા જણાવાયું છે

 

(11:11 am IST)