Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

રૂખડીયાપરામાં થયેલ હત્‍યાના ગુન્‍હામાં આરોપી સુલેમાન પલેજાની જામીન અરજી રદ

રાજકોટ તા. ર૧ : અત્રેની સુલેમાન ઉર્ફે દાડો પલેજાએ સેશન્‍સ કોર્ટમાં આઇ.પી.સી.કલમ-૩૦ર ના કામમાં કરેલ જામીન અરજી કોર્ટે ફગાવી દીધેલ છે.
આ કેસની ટુંક હકીકત એવી છે કે રાહુલ કાંતીભાઇ શીંદેએ પ્ર.નગર પોલીસ સ્‍ટેશનમાં એવી ફરીયાદ આપેલ કે પોતાના મરણજનાર ભાઇ મહેશને આરોપી સુલેમાને તા. ર૯/૧/ર૦રરના રોજ પોતાની તથા પોતાના માતુશ્રીની હાજરીમાં ઘેર આવી મહેશની ઠંડા કલેજે રૂખડીયાપરામાં હત્‍યા કરેલ છે જે બાબતે પોલીસે તપાસ કરી અને કોર્ટમાં ચાર્જશીટ મુકેલું હતું.
ચાર્જશીટ બાદ આરોપીઓ પ્રથમ જામીન અરજી કરેલ અને ફરીયાદ પક્ષનો કેસ  શંકાથી ભરેલો હોવાનું જણાવી અને પોતાને જામીન ઉપર છોડવા અરજ ગુજારેલ જેના વિરૂધ્‍ધમાં સરકારી વકીલ મહેશભાઇ જોશીએ દલીલો કરેલ કે આરોપી સામે ગંભીર પ્રકારનો આરોપ છે. પ્રથમદર્શનીય કેસ છે. આરોપીએ મરણજનારની અરોડીમાં ઘુસી તેના માતા અને ફરીયાદીને બહાર કાઢીસ્ત્રીપાત્રને લઇને આશરે ડઝન જેટલા ઘા મરણજનાર મહેશના શરીરના મર્મ ભાગો સહીત મારીને મોત નિપજાવેલ છે. એ રીતે મોટીવ અને ઇરાદાની હાજરી છે. આરોપી છરી લઇને આવેલ છે તેની ઉપર અગાઉ પ્રોહીબીશનના ગુન્‍હા નોંધાયેલ છે. રૂખડીયાપરામાં બન્‍ને પક્ષોના રહેણાકો નજીક છે જેથી સાહેદો ઉપર જોખમ રહેશે અને મરણજનારને ઇજાઓ કરીને મોત નિપજાવનાર માત્રને માત્ર હાલના આરોપી જ છે તેવી હકીકત રેકર્ડ ઉપર છે ચાર્જશીટને જોતા હાલના તબકકે આરોપીને જામીન ઉપર છોડી શકાય તેવા કેસ નથી જેથી આરોપીને જેલમાં જ રાખવો જોઇએ અને સમાજ ઉપર પણ આવા ગુન્‍હાની વિપરીત અસર પડે છ.ે
બન્ને પક્ષોને સાંભળીને તથા પોલીસ પેપર્સને ધ્‍યાને લઇને ડી.જે. કોર્ટે એવુ તારણ આપેલ છે કે આરોપીની જામીન અરજી મંજુર કરી શકાય તેમ નથી. એ રીતેજામીન અરજી રદ કરવાનો હુકમ ફરમાવેલ છે. જે કામમાં સરકાર પક્ષે એ.પી.પી. મહેશભાઇ જોષી રોકાયેલ હતા.

 

(4:02 pm IST)