Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

રસીલાબેન હરસોડાની સોમવારે પુણ્‍યતિથિઃ રકતદાન કેમ્‍પ

અમદાવાદ કેન્‍સર હોસ્‍પિટલના લાભાર્થે

રાજકોટઃ અમદાવાદ કેન્‍સર હોસ્‍પિટલના સમગ્ર ગુજરાત તથા રાજસ્‍થાન, મધ્‍યપ્રદેશના કેન્‍સરના દર્દીઓને વિનામૂલ્‍યે બ્‍લડ મળી રહે તેવા શુભ આશયથી  સ્‍વ. રસીલાબેન મનસુખભાઇ હરસોડાની ૨૨મી પુણ્‍યતિથિ નિમિત્તે શ્રી શ્રીમદ્‌ રાજચંદ્ર સેવાગૃપ તથા ૭૫માં મઅમૃત મહોત્‍સવ નિમિત્તે શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુળ સંસ્‍થાન રાજકોટના સહયોગથી, તા.૨૩ સોમવાર, સવારે ૯થી ૨ વાગ્‍યા સુધી વરૂણ ઇન્‍ડસ્‍ટ્રી એરીયા, ગોંડલ ચોકડી, રાજકોટ ખાતે મહારકતદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્‍પમાં  આર.એમ.ઇન્‍ડસ્‍ટ્રી, શ્રીમદ્‌ રાજચંદ્ર સેવાગૃપના શ્રી વિનય જસાણી (૯૪૨૮૨ ૦૦૬૬૦), શ્રી સ્‍વામીનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્‍થાન ના પ.પૂ.શ્રી દેવકૃષ્‍ણદાસજી  સ્‍વામી, પ.પૂ.શ્રી દેવપ્રસાદ દાસજી સ્‍વામી, પ.પૂ.શ્રી શ્રુતપ્રકાશ સ્‍વામી, પ.પૂ.શ્રી ચૈતન્‍ય સ્‍વામીજી તથા અમદાવાદ કેન્‍સર બ્‍લડ બેંકના એમ.ડી. પેથોલોજીસ્‍ટ ડોકટર્સની ટીમ માનદ્‌ સેવા આપશે

(3:34 pm IST)