Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

ગુ. પ્ર. કોંગ્રેસના ઓ.બી.સી. વિભાગનાકો-ઓર્ડીનેટર તરીકે ભાયાણીની નિમણુંક

રાજકોટ તા.૨૧: ઓલ ઇન્‍ડીયા કોંગ્રેસના સમીતીના ઓ.બી.સી. વિભાગના ચેરમેન કેપ્‍ટન અજયસિૈંઘ યાદની સુચનાથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી જશવંતસિંહ ભટ્ટીના ભલામણથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઓબીસી વિભાગના કો-ઓર્ડીનેટર તરીકે કમરૂભાઇ ભાયાણીની નિમણુંક કરેલ છે.

કમરૂદીન ભાયાણીની નિમણુંકને શુભેચ્‍છા પાઠવતા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશભાઇ ઠાકર, વિરોધપક્ષના નેતા ગાંધીનગર પૂર્વમંત્રી ભરતસિંહ સોલંકી, પૂર્વપ્રમુખ અમીતભાઇ ચાવડા, અર્જુનભાઇ મોઢવાડીયા, શકિતસિંહ  ગોહિલ, જશવંતસિંહ ભટ્ટી, હેમાંગભાઇ વસાવડા, અશોકભાઇ ડાંગર, મહેશભાઇ રાજપુત, દિનેશભાઇ મકવાણા, ભરતભાઇ મકવાણા,  ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા તથા ધારાસભ્‍યો, પ્રદેશ કોંગ્રેસના તમામ હોદેદારો, આમદભાઇ જીદાણી તમામ કાર્યકરો, આગેવાનો, શુભેચ્‍છા પાઠવેલ તેમજ રાજકોટ શહેર પ્રમુખ પ્રદીપભાઇ ત્રીવેદી તથા જીલ્લા પ્રમુખ અર્જુનભાઇ ખાટરીયા રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષ નેતા ભાનુબેન સોરા, યુનુસભાઇ જુણેજા વગેરે આવકારેલ છે.

 

(3:23 pm IST)