Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

સોલીડ વેસ્‍ટ દ્વારા કચરો ફેંકનાર-કચરાપેટી ન રાખનાર -પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીક રાખવા સબબ રૂા. ૧૪ હજારનો દંડ વસુલાયો

રાજકોટ : વન વીક વન રોડ અંતર્ગત પેડક રોડ પર જાહેરમાં કચરો ફેકનાર/ ગંદકી કરવા સબબ કુલ ૪ લોકો પાસેથી રૂા. ર,૭પ૦ કચરા પેટી / ડસ્‍ટબીન ન રાખવા સબબ કુલ ર લોકો પાસેથી રૂા. ૧ હજાર પ્રતિબંધીત પ્‍લાસ્‍ટીક રાખવા/ ઉપયોગ કરવા સબબ કુલ પ વેપારીઓ પાસેથી રૂા. ૩,પ૦૦ નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ. કન્‍ટ્રકશન વેસ્‍ટ રાખવા બદલ ૧ પેઢી પાસેથી રૂા. ૭પ૦૦ નો દંડ વસુલ કરવામાં આવેલ. આમ, કુલ ૧ર આસામીઓ પાસેથી રૂા. ૧૪,૭પ૦ નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ. 

(3:12 pm IST)