Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

હાલમા કોરોના વાયરસની મહામારી ફેલાયેલ હોય અને જેથી રાજકોટ સરકારી હોસ્પીટલ તથા અન્ય હોસ્પીટલ ખાતે લેભાગુ તત્વો દ્વારા મહામારી સમયે કોઇ ગેરલાભ ઉઠાવવામા નઆવે તેમજ કોઇ અનિચ્છનીય બનાવ નબને તે માટે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સાહેબ, સયુંકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, નાયબ પોલીસ કમિશ્નર પ્રવિણકુમાર મીણા સાહેબ ઝોન-૧ દ્વારા સરકારી હોસ્પીટલ તથા અન્ય હોસ્પીટલ આજુ-બાજુમા સતત ખાનગીરીતે વોચ રાખી તેમજ માહિતીઓ મેળવી તપાસમા રહેવા અને કાંઇ ગેરકાયદેસર મળી આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ જે સુચના અન્વયે મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ ડી, વી. બસીયા તથા ક્રાઇમ બ્રાન્ચ પો, ઇન્સ. વી. કે. ગઢવી નાઓએ ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમોને સરકારી હોસ્પીટલ તથા અન્ય ખાનગી હોસ્પીટલો આજુ બાજુમા સતત ખાનગીમા વોચ રાખવા રહેવા તથા માહિતીઓ મેળવવા માર્ગદર્શન આપવામાં આવેલ,

હાલમા કોરોના વાયરસનુ સંક્રમણ ખુબજ વધવા પામેલ હોય જે સમયે સરકારી હોસ્પીટલ તથા ખાનગી હોસ્પીટલો ખાતે બેડ ફુલ થયેલ છે અને દર્દીના સગા જેઓ દર્દીને સારવારમાં દાખલ કરવા અલગ અલગ હોસ્પીટલના ધાખાતા હોય છે અને જે દરમ્યાન તકવાદી લોકો દ્વારા તેનો ગેરલાભ ઉઠાવવામા આવે છે તેવોજ કિસ્સો રાજકોટ સરકારી હોસ્પીટલ ખાતે આવેલ દર્દીના સગા સાથે બે ઇસમો દ્વારા તાત્કાલીક સરકારી હોસ્પીટલમા બેડ અપાવી દેવા અને તેના બદલમા રૂ.૯,૦૦૦/- લઇ બેડની વ્યવસ્થા કરી આપતા હોય જેનો વીડિયો વાયરલ થયેલ હોય જે બાબતે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સાહેબ દ્વારા સદરહુ વીડિયોમા જોવામા આવતા તકવાદી બે શખ્શોની તાત્કાલીક તપાસ કરી પકડી પાડવા સુચના કરવામા આવેલ જેઓ સાહેબની સુચના અન્વયે મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ ડી.વી.બસીયા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નર પી. કે. દીયોરા પશ્ચિમ વિભાગ, તથા ક્રાઇમ બ્રાન્ચ પો. ઇન્સ. વી. કે. ગઢવી તથા પ્રધ્યુમનનગર પો.સ્ટે. પો. ઇન્સ. એલ.એલ.ચાવડાના સીધા માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ તથા પ્રધ્યુમનનગર પો.સ્ટે. ની અલગ અલગ ટીમો બનાવી અને વીડિયોમાં જોવામાં આવતા તકવાદી બે શખ્સોને પકડી પાડવા તજવીજ કરવામા આવેલ હતી જે દરમ્યાન વીડિયોમા જોવામાં આવતા બે ઇસમો બાબતે ખાનગીરાહે તપાસ કરતા જે બન્ને ઇસમો જગદીશ ભરતભાઇ સોલંકી તથા હિતેષભાઇ ગોવિંદભાઇ મહીડા નાઓ હોવાનુ જણાય આવેલ અને તેઓ જામનગર ખાતે હોવાનુ જણાય આવતા જેઓને જામનગર ખાતેથી રાઉન્ડઅપ કરવામા આવેલ છે.

રાઉન્ડઅપ કરવામાં આવેલ (૧) જગદીશભાઇ ભરતભાઇ સોલંકી ઉવ.૨૦ ધંધો રાજકોટ સરકારી હોસ્પીટલ ખાતે એટેન્ડન્સ તરીકે નોકરી, રહે. આમરા ગામ તા.જી. જામનગર હાલ રહે. હર્ષદમીલની ચાલી મહાવીરનગર શેરી નં-૬, (૨) હિતેષભાઇ ગોવિંદભાઇ મહીડા ઉવ.૧૮ ધંધો રાજકોટ સરકારી હોસ્પીટલ ખાતે સફાઇ કામદાર તરીકે જામનગર નોકરી રહે. લલીયા તથીયા ગામ તા.ખંભાળીયા જી.દેવભુમી દ્વારકા હાલ રહે. હર્ષદમીલની ચાલી નીલકંઠ નગર શેરી નં-૩ જામનગર ઉપરોકત બન્ને  શખ્સોને હાલ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ તથા પ્રધ્યુમનનગર પો.સ્ટે. દ્વારા રાઉન્ડઅપ કરવામા આવેલ છે અને તેઓની વધુ પુછપરછ ચાલુમા છે.

 

આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચ પો.ઇન્સ. વી.કે.ગઢવી, પ્રધ્યુમનનગર પો.સ્ટે. પો. ઇન્સ, એલ.એલ,ચાવડા ક્રાઇમ બ્રાન્ચ પો. સબ ઇન્સ. વી.જે.જાડેજા, પો.હેડ કોન્સ. રાજેશભાઇ બાળા, પો.કોન્સ. શકિતસિંહ ગોહિલ, પો.કોન્સ. અશોકભાઇ ડાંગર, પ્રધ્યુમનનગર પો.સ્ટે. પો.હેડ.કોન્સ.વિજયસિંહ જાડેજા, પો.કોન્સ. પ્રદીપસિંહ ગોહિલ  જોડાયા હતા

(11:21 pm IST)