Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

રાજકોટના સિરાજ ઘાંચીને ૨૨૮ બોટલ સાથે ગોંડલ તાલુકા પોલીસે ઝડપી લીધો

રાજકોટઃ ગોંડલ તાલુકા પોલીસ મથકના પીએસઆઈ વાય. બી. રાણા તથા સ્ટાફ નાઈટ પેટ્રોલીંગમાં હતા ત્યારે શંકાસ્પદ હાલતમાં નિકળેલ ઈકો કાર નં. જીજે ૦૪ સી જે ૭૦૭૨ અટકાવવાનો પ્રયત્ન કરતા તે કાર નાસી છૂટી હતી. પોલીસે આ કારનો પીછો કરતા કરતા પડધરીના ઉકરડા પાસેથી ઈકો કારને આંતરી તલાસી લેતા તેમાથી ૨૨૮ બોટલ દારૃ કિં. ૬૮૪૦૦ તથા કાર સહિત ૨,૭૦,૦૦૦ના મુદ્દામાલ સાથે કારમા બેઠેલા સિરાજ યુસુફભાઈ મુળીયા (ઘાંચી)ને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(4:19 pm IST)