Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

ડો.ચેતના મહેતાના કલીનીક 'વેદમ'નો રવિવારે મગલારંભ

અમેરીકામાં આયુર્વેદનો પ્રચાર પ્રસાર કરી આવેલા

રાજકોટ, તા., ર૧: સદીઓ પુરાણું ભારતનું આયુર્વેદ આજે પણ એટલું જ સદાબહાર છે એટલું જ નહિ આજના સમયમાં તો દેશ-વિદેશના અનેક અનેક લોકો આયુર્વેદને અપનાવતા થયા છે તે જ તેની સાચી સફળતા બતાવે છે. ત્યારે ડો.ચેતના ધનરાજ મહેતા આ સૌમાં અલગ તરી આવતુ નામ છે. ડો. ચેતના મહેતા ઇ.સ. ૧૯૮૬માં ગુલાબકુંવરબા આયુર્વેદ યુનિવર્સિટી (જામનગર) માંથી બી.એ.એમ.એસ.માં સ્નાતક થયા. રાજકોટનાં જાણીતા સ્ત્રી રોગ નિષ્ણાંત ડો.જશુબેન પંડયા સાથે વર્ષો સુધી કાર્ય કરી બહોળો અનુભવ મેળવ્યો.

ભારતમાં આયુર્વેદમાં પ્રેકટીશ બાદ ડો.ચેતના મહેતા અમેરીકા ગયા. પંચકર્મમાં માસ્ટર થવુ તવું સ્વપ્ન સેવતા હતા. અચાનક ભારત સરકારના ફોરેન સ્ટુડન્ટ માટેના સ્કોલરશીપ પ્રોગ્રામમાં પસંદ થયા અને સ્કોલરશીપ મેળવી. ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી (જામનગર) માં એમ.ડી. (પંચકર્મ) માં ૩ વર્ષનો અભ્યાસક્રમ સફળતાથી પુર્ણ કરી અનુસ્નાતક થયા.

ત્રણ વર્ષના આયુર્વેદના અભ્યાસ-પ્રેકટીસ બાદ ડો.ચેતના મહેતા રાજકોટમાં પંચકર્મની સારવાર શરૂ કરી રહયા છે. વેદમ આયુર્વેદ કલીનીક, રર જાગનાથ પ્લોટ, હોટલ ઇમ્પીરીયલની પાછળ રાજકોટ ખાતે આગામી રવિવાર તા. રપ ફેબ્રુઆરીના શ્રીમતી હંસીકાબેન અરવિંદભાઇ મણીઆરના હસ્તે શુભારંભ થશે. સહકારી અગ્રણી જયોતીન્દ્રભાઇ મહેતાના ભાઇ અને કલ્પકભાઇ મણીઆરનાં મામા, ધનરાજભાઇ મહેતાના પત્ની ડો.ચેતના મહેતાના આ નવપ્રસ્થાન માટે શુભકામનાઓ પાઠવી છે.

(4:15 pm IST)