Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

રાજયનું બજેટ વિકાસમાં ઝડપી ગતિ માટે ઇંધણ પુરશેઃ ઉપાધ્યાય- પટેલ- શાહ

રાજય સરકારના બજેટને આવકારતા મેયર, ડે. મેયર, સ્ટે. ચેરમેન સહિતના પદાધિકારીઓ

રાજકોટ તા. ર૧ :.. રાજય સરકારના સર્વસ્પર્ક્ષી અને વિકાસશીલ બજેટને મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાય, સ્ટે. ચેરમેન પુષ્કર પટેલ તથા ડે. મેયર ડો. દર્શિતાબેન શાહે આવકાયુંર્ છે.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઈ પટેલે નવી ચૂંટાયેલ સરકારના રજુ કરેલ રાજયના રૂ.૧.૮૩ લાખ કરોડના વિકાસ લક્ષી અને પ્રજાલક્ષી બજેટને આવકારતા મેયર ડાઙ્ખ. જૈમન ઉપાધ્યાય અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું છે કે, રાજય સરકાર  દ્વારા રજુ કરાયેલ બજેટમાં યુવાનોને વધુને વધુ રોજગારી મળી રહે તે માટે  રૂ.૭૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

 આ ઉપરાંત એપ્રેન્ટિસ કાયદા હેઠળ સમાવિષ્ટ થયેલ કારખાના, હોટલ, હોસ્પીટલ, ટ્રાન્સપોર્ટ, આઈ.ટી. ઉદ્યોગ જેવા વ્યાપક રોજગારી આપતા ઉદ્યોગમાં જોડાનાર યુવક-યુવતીને કંપની તરફથી મળતા પગાર ઉપરાંત સરકાર તરફથી પણ આર્થિક મદદ આપવામાં આવનાર છે.

ગુજરાત સરકાર બજેટને આવકારતા ડે. મેયર ડાઙ્ખ. દર્શિતાબેન શાહે જણાવેલ છે કે, ગુજરાત રાજય જયારે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે નાણામંત્રીશ્રી દ્વારા દરેક વર્ગને ધ્યાને લઈ સર્વ સ્પર્શી અને વિકાસશીલ બજેટ આપેલ છે. યુવાનો, મહિલાઓ, કૃષિ, આરોગ્ય, રોજગારી વિગેરે તમામ ક્ષેત્રને પ્રાધાન્ય આપવામાં આવેલ છે. વધુમાં બજેટને આવકારતા ડે. મેયર ડાઙ્ખ. દર્શિતાબેન શાહે જણાવેલ છે કે, બજેટથી ગુજરાત રાજયના અર્થતંત્રમાં વધુ વિકાસશીલતા આવશે અને આરોગ્ય, યુવાનો-મહિલાઓ, ખેડૂતો, શિક્ષણ વિગેરે તમામ બાબતોને લક્ષમાં રાખી વિકાસશીલ બજેટ આપવા બદલ નાણા મંત્રીશ્રી નીતિનભાઈ પટેલને અભિનંદન પાઠવી બજેટને આવકારેલ છે.

(4:21 pm IST)