Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

૧૬ વર્ષની લાડી ને ૧૮ વર્ષનો વર...સંત કબીર રોડ આવાસ કવાર્ટરમાં બાળલગ્ન અટકાવાયા

રબારી પરિવારમાં યોજાયા હતાં બાળલગ્નઃ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને ટીમની કાર્યવાહી

રાજકોટઃ સમાજ સુરક્ષા વિભાગે વધુ એક બાળલગ્ન અટકાવ્યા છે. સામા કાંઠે સંત કબીર રોડ પર આવેલા આવાસ યોજના કવાર્ટરમાં  આજે બાળલગ્ન થઇ રહ્યાની  માહિતી મળતાં જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી કનકસિંહ વી. ઝાલા, એ.એસ. વાઘેલા, એમ. પી. પંડિત, એમ. એન. ગોસ્વામી, પંકજભાઇ દુધરેજીયા, મિત્સુબેન વ્યાસ, પ્રાર્થનાબેન શેરસીયા તથા સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવતાં બાળલગ્નની માહિતી સાચી ઠરી હતી. રબારી પરિવારના આ બાળલગ્નમાં કન્યા ૧૬ વર્ષની હતી અને વરરાજો ૧૮ વર્ષનો હતો. જાનપણ રાજકોટથી જ આવી હતી. વર-કન્યાને સમાજ સુરક્ષા વિભાગની કચેરી ખાતે લાવી જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. તસ્વીરમાં કનકસિંહ ઝાલા, મિત્સુબેન સહિતનો સ્ટાફ અને સગીર વર-કન્યા તથા લગ્ન સ્થળે જાનૈયા-માંડવીયા જોઇ શકાય છે

(3:34 pm IST)