Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

રાજકોટની ટ્રિનિટી હોસ્પિટલમાં નિ રિપ્લેસમેન્ટની સારવાર

ગાયનેક, લેબોરેટરી, મેડિકલ સ્ટોર તથા અનેક આધુનિકતમ સુવિધાઓ ધરાવતી ૧૨ હજાર સ્કવેર ફુટની હોસ્પિટલ, ડો.કવિત પટેલ, ડો.હર્ષલ કાલરિયા, ડો.ક્રિષ્ના પટેલ તથા ડો. જાહનવી કાલરિયાના વર્ષોના અનુભવનો લાભ એક જ જગ્યાએ મળી રહેશે

રાજકોટ તા.૨૧: એક સમય હતો કે, નિ રિપ્લેસમેન્ટની નોબત આવે એટલે રાજકોટ-સૌરાષ્ટ્રના દર્દીઓને અમદાવાદની વાટ જ પકડવી પડતી. રાજકોટના મવડી મેઇન રોડ પર મારવાડી સ્ટોક બ્રોકિંગ સામે ટ્રિનિટી હોસ્પિટલમાં હવે વિશ્વ કક્ષાની નિ રિપ્લેસમેન્ટ સુવિધા અત્યંત વાજબી ફીમાં ઉપલબ્ધ છે.

શહેરના બે સુવિખ્યાત અને કાબેલ ઓર્થોપેડિક સર્જન ડો. હર્ષલ કાલરિયા અને ડો.કવિત પટેલ અહીં નિ સિપ્લેસમેન્ટની સેવાઓ આપી રહ્યા છે. સોમનાથ-વેરાવળના ડો.ડાહ્યાભાઇ કાલરિયા અને ડો.જે.એચ.પટેલના આ બેઉ પુત્રોને આમ પણ વારસામાં મેડિકલ  સાયન્સની આગવી કોઠાસૂઝ અને જ્ઞાન મળ્યા છે. ઉપરાંત તેમણે અત્યંત ઉચ્ચ અભ્યાસ પણ કર્યો છે બરોડા મેડિકલ કોલેજથી એમ.એસ.કર્યા બાદ તેમણે મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં તથા રાજકોટની ગિરિરાજ હોસ્પિટલમાં પણ વર્ષો સુધી આ જ ક્ષેત્રે સેવાઓ આપી છે. ડો.કવિત પટેલએ અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાંથી એમ.એસ.કર્યુ છે અને વધારાની તાલિમ જર્મની તથા સ્કોટલેન્ડમાં મેળવી છે. ઉપરાંત ગિરિરાજ હોસ્પિટલમાં પણ તેમણે વર્ષો સુધી સેવાઓ આપી છે.

ટ્રિનિટી હોસ્પિટલમાં ઉત્તમોત્તમ ડોકટર્સની સેવાઓ ઉપરાંત વિશ્વ કક્ષાની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. અહીનું ઓપરેશન થિયેટર સમગ્ર સૌરાષ્ટ્રની તમામ પ્રાઇવેટ હોસ્પિટલમાં નંબર-વન ગણાય છે. સેન્સિટિવ સર્જરી માટે વિશ્વભરના નિષ્ણાતો જેના પર ભાર મૂકે છે તે સ્પેશિયલ એર ફિલ્ટર સિસ્ટમ અહીં ઇન્સ્ટોલ કરવામાં આવી છે. એન્ટી બેકટેરિયલ ગણાતા એપોકસી કલરથી સજ્જ એવા આ ઓપરેશન થિયેટરમાં કયાયં ખૂણો રખાયો નથી.૧૨ હજાર ચોરસ ફુટ બાંધકામ ધરાવતી આ હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર, પોર્ટેબલ એકસ-રે મશિન, ડિજિટલ એકસ-રે, ફુલ્લિ હોરિઝોન્ટલ ઓટેકલેવ સિસ્ટમ, વેન્ટિલેટ, મલ્ટીપારા મોનિટર, ઇલેકટ્રો કોટરી તથા સકશન મશિન વગેરે પણ છે. હોસ્પિટલમાં દરેક લોકોના બજેટને અનુકુળ રહે તે માટે સેમી-ડીલકસ, સ્યૂટ રૂમ જેવા વિવિધ વિકલ્પો ઉપલબ્ધ છે.

ગોઠણ અને થાપાના સાંધા-બદલવા માટે અત્યાધુનિક સુવિધા ઉપરાંત ચોવીસ કલાક ટ્રોમા કેર, સાંધાના તથા ખુલ્લા ધાનાં ફ્રેકચર માટેની સારવાર, આંગળી તથા હાથની ઔદ્યોગિક ઇજાઓ, સ્પોર્ટ્સ ઇન્જરી તથા સ્પાઇન કિલનિકની સવલતો પણ હોસ્પિટલમાં છે. ટ્રિનિટી હોસ્પિટલમાં પ્રસુતિ અને સ્ત્રી રોગના નિષ્ણાત ગાયનેકોલોજિસ્ટ ડો.જાહનવી કાલરિયાની સેવાઓ પણ ઉપલબ્ધ છે. રાજકોટની ક્રિષ્ના હોસ્પિટલમાં સેવાઓ આપી ચુકેલા ડો.જાહનવીએ એન્ટીનેટલ સોનોગ્રાફીમાં વિશિષ્ટ તાલિમ મેળવી છે. તેઓ પ્રસુતિ, પહેલાની તથા બાદની સારવાર આપે છે. વ્યંધ્યત્વ નિવારણ, પી.એ.પી.ટેસ્ટ, ગર્ભાશયના મુખના કેન્સરની સારવાર પણ પુરી પાડે છે. ગર્ભાશય તથા અંડાશયની બીમારીની ટ્રીટમેન્ટ, દુરબીનથી થતા ઓપરેશનના પણ એકસપર્ટ છે. દર્દીઓને સવલત મળી રહે તે માટે અહીં પેથોલોજીસ્ટ ડો.ક્રિષ્ના કવિત પટેલની લેબોરેટરી પણ છે. આ લેબ પણ અત્યાધુનિક છે. તેમાં હિસ્ટોપેથોલોજી, સાયટોલોજી, હોર્મોન તથા ટ્યુમર માર્કર, સિરોલોજી તથા ઇમ્યુનોલોજી જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે ખરા અર્થમાં ટ્રિનિટી એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. રાજકોટમાં વૈશ્વિક કક્ષાની સુવિધાઓ કોર્પોરેટ હોસ્પિટલની સરખામણીમાં ૫૦ ટકા જેટલા જ ખર્ચમાં નિ રિપ્લેસમેન્ટ કરી આપતી આ હોસ્પિટલ રાજકોટમટે આશીર્વાદરૂપ સાબિત થવાની છે.

(1:01 pm IST)