Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

પેડક અને મોરબી રોડ પર ૬ મકાનો - ૨૫ છાપરા - ઓટલાનો કડુસલો

'વન ડે - વન રોડ' ઝુંબેશ હેઠળ સામાકાંઠે બુલડોઝર ફરીવળ્યુ : ૧૫ કિલો પ્રતિબંધીત પ્લાસ્ટીક જપ્તઃ ૧૮ કિલો રદ્દી પસ્તીનો નાશઃ ફૂડ લાયસન્સ ન હોવાથી ૧૬ વેપારીઓને નોટીસ

ગેરકાયદે દબાણો-બાંધકામોનો કડુસલો :... આજે મ્યુ. કોર્પોરેશનનાં તમામ વિભાગોએ સામાકાંઠાનાં પેડક રોડ પર ત્રાટકી માર્જીન-પાર્કીંગમાં થયેલ ગેરકાયદે બાંધકામ, છાપરા, ઓટલા ત્થા હોર્ડીગ્સ અને સુચિત જમીનનાં ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દીધુ હતું તે વખતની તસ્વીરો. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૧ :. મ્યુ. કોર્પોરેશનની 'વન-ડે વન રોડ' ઝુંબેશ હેઠળ આજે ટાઉન પ્લાનીંગ આરોગ્ય અને સોલીડ વેસ્ટ વિભાગે સવારથી કાલાવડ રોડ ઉપર ત્રાટકી બપોર સુધીમાં ૧૭ દબાણો દુર કર્યા હતા તથા ૧૮ કિલો પસ્તીનો નાશ કર્યો હતો. આ ઉપરાંત વોર્ડ નં. ૪ મા મોરબી રોડ, કુવાડવા રોડ પર દુકાનોનું ગેરકાયદે બાંધકામ દુરકરવામાં આવ્યુ હતું. તેમજ વોર્ડ નં. ૧૪માં ઝુપડાઓ હટાવાયા હતા.  જેના અહેવાલોનું સંકલન આ મુજબ છે.

ટાઉન પ્લાનીંગ વિભાગ

શહેરના વેસ્ટ ઝોન વિસ્તાર પેડક રોડ પરના વિસ્તારમાં વન વીક વન રોડ અંતર્ગત વોર્ડ નં. ૫ તથા ૬માં પાર્કીગ તથા માર્જીનમાં થયેલ દબાણ દુર કરાવવા ડીમોલીશન હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે નીચેની વિગતોએ  સ્થળોએ માર્જીનમાં થયેલ ઓટા તથા છપરાના દબાણ દુર કરવામાં આવેલ છે.

જેમાં જે.બી. જવેલર્સ, સિલ્વર માઉન્ટ સામે,પેડક રોડ,  દિપા ટેઈલર્સ, સિલ્વર માઉન્ટ સામે,પેડક રોડ, શકિત ટી.સ્ટોલ બાલક હનુમાન રોડ, પેડક રોડ, મ્યુઝીક હાઉસ સદગુરુ જયોત કોમ્પલેક્ષ, કર્ણાવતી સામે,પેડક રોડ, ખાના ખજાના, સિલ્વર માઉન્ટ સામે, ડીલક્ષ રોડ, ડીલક્ષ ચા ્રૂ પાન, શિવ રક્ષાકોમ્પ્લેક્ષ ધ્યેય મેડીકલ સ્ટોર,એચ.કે.કોમ્પ્લેક્ષ, પ્રયાગ ઇન્ટરનેશનલ, એચ.કે.કોમ્પ્લેક્ષ સાગર સરબત, પાણીના દ્યોડા પાસે, શકિત લાઈફસ્ટાયઈલ, પાણીના દ્યોડા પાસે, મીરા જવેલર્સ પાણીના દ્યોડા પાસે, નેપલ્સ પીઝા, પાણીના દ્યોડા પાસે, બાલાજી પાન, બાળક હનુમાન ચોક, ડીલાઈટ પાન, બાળક હનુમાન ચોક, શ્રી હરી મેડીકલ, બાળક હનુમાન ચોક, ખોડલધામમોબાઈલ પોઈન્ટ,બાળક હનુમાન ચોક, જલારામ મેડીકલ સ્ટોર, બાળક હનુમાન ચોક, પટેલ એક્ષ્પ્રેસ્ રેસ્ટોરન્ટ,સેટેલાઈટ ચોક, નીલકંઠ કોલ્ડ્રીંકસ, સેટેલાઈટ ચોક, મારુતી નગર, વોકળા કાંઠે,પેડક રોડ, નોબેલ શૈક્ષણીક સંકુલ, પેડક રોડ, એસ.એસ.ઓ., , બાળક હનુમાન ચોક, શ્રી રવિરાંદલ મોબાઈલ શોપ,બાળક હનુમાન ચોક, ટી.એમ.વી. ઇલેકિટ્રક, બાળક હનુમાન ચોક, કીડ્સ ઇનોવેટિવ, પેડક રોડ સહિતના રપ સ્થળોએ માર્જીન, પાર્કિંગમાંથી હોર્ડિંગ બોર્ડ, છાપરાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

વોર્ડ નં. ૪માં સુચિતમાં થયેલ ગેરકાયદેસર બાંધકામ દૂર કરેલ છે.

 જગદીશભાઈ માલાણી, પંચ રત્ન સોસાયટી, શેરી નં-૩, જાય જવાન જાય કિશાન મેઈન રોડ, મોરબી રીડ, પ૧, ૩ રહેણાંક મકાનો તથા  શૈલેશભાઈ વેલજીભાઈ દુધાત્રા, પટેલ પાર્ક શેરી નં.-૧, ૮૦ ફૂટ રોડ, કુવાડવા રોડ. પરથી૧ રહેણાંક મકાન અશોકભાઈ જયંતીભાઈ વસોયા, પટેલ પાર્ક શેરી નં.-૧, ૮૦ ફૂટ રોડ, કુવાડવા રોડ. માંથી ૧ રહણાંક મકાનો તથા  મનશુખભાઈ હિરપરા, પટેલ પાર્ક શેરી નં.-૧, ૮૦ ફૂટ રોડ, કુવાડવા રોડ. પરથી ૧ રહેણાંક મકાનો સહિત ૪ મકાનોના બાંધકામનું  ગેરૈકાયદેસર બાંધકામ દૂર કરેલ છે. આ સાથે રૂ. ૪૦ લાખની કિૈમત ખુલ્લી કરવાની આવી છે.

તાજેતરમાં કમિશ્નર દ્વારા વન વીક વન રોડ અંતર્ગત સંયુકત કાર્યવાહી કરવા હુકમ કરવામાં આવેલ.જે અન્વયે આ કામગીરીમાં એડીશનલ સીટી એન્જી. કે.એસ.ગોહેલ, નાયબ કમિશ્નર અરુણ મહેશબાબુ સાહેબ, ટી.પી.ઓ. એમ.ડી.સાગઠીયા સાહેબ એડીશનલ સીટી એન્જી. કે.એસ.ગોહેલ, તથા વિજીલન્સ ઓફિસર આર.પી.ઝાલા,આ ઉપરાંત ટાઉન પ્લાનીંગ શાખાના આસિ.ટાઉન પ્લાનર વી.સી.મુંધવા, આર.ડી.પ્રજાપતિ,તથા અન્ય ટી.પી. સ્ટાફ હાજર રહેલ.

આ ઉપરાંત સ્થળ પર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના નાયબ પર્યાવરણ ઇજનેર શ્રી પ્રજેશ સોલંકી, દબાણ હટાવ શાખાના આસી. મેનેજર શ્રી ડોડીયા તથા તેમનો સ્ટાફ તેમજ બાંધકામ  શાખા તથા રોશની શાખાનો  સ્ટાફ પણ હાજર રહેલ. આ ડિમાઙ્ખલિશનની કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.

આરોગ્ય વિભાગ

કમિશ્નરશ્રી બંછાનીધી પાની ના આદેશ મુજબ વન વીક વન રોડ અંતર્ગત રાજકોટ મહાનગર પાલીકા આરોગ્ય શાખાના ફુડ વિભાગની ટીમ-ડેઝીગ્નેટેડ ઓફીસર એ.એન.પંચાલ તથા ફુડ સેફટી ઓફીસર આર.આર.પરમાર, શ્રી કે.એમ.રાઠોડ તથા  કે.જે. સરવૈયા શહેરના પેડક રોડ પર આવેલ ખાણી પીણીના ધંધાર્થી, ફરસાણ શોપ, પાન શોપ, ડેરી ફાર્મ, ટી સ્ટોલ્સ, નાસ્તા ગૃહ, ફાસ્ટ ફુડ પાર્લર વિગેરે પ્રોમાઇસીસની ફુડ લાઇન્સ ધરાવે છે કે  કેમ? રો-મટીરીયલ્સ તથા ખાદ્યચીજોના પ્રીપેરેશન, હાઇજીનીક સ્ટોરેજ તથા પ્રેમાઇસીસનો સ્વચ્છતા બાબતે સાધન ચકાસણી  કરવામાં  આવેલ હતી.  ૫૨ કિલો વાસી અખાદ્ય પદાર્થનો નાશ કરાયો છે.

કામગીરી દરમ્યાન કુલ ૪૬ પ્રીમાઇસીસની ચકાસણી કરવામાં આવેલ હતી. જે દરમ્યાન ૧૮ કી.ગ્રા.  કિ.ગ્રા. પ્રિન્ટેડ રદી પસ્તી જપ્ત કરી નાશ કરવામાં આવેલ હતી. તેમજ કુલ  ૧૮ વેપારીઓને નોટીસ આપવામાં આવેલ હતી.

જેમા સત્યમ પાન, મહાદેવ નાસ્તા ભંડાર, સ્મીત ડીલકસ પાન એન્ડ કોલ્ડ્રીંકસ, ધ્યેય મેડીકલ સ્ટોર, રાધેશ્યામ ડેરી ફાર્મ, ગાયત્રી ખમણ, ડીલાઈટ થ્રી પાન, બાલાજી પાન કોલ્ડ્રીંકસ, પ્રધાનમંત્રી જનઔષધી કેન્દ્ર, ઓમ ડીલકસ પાન એન્ડ કોલ્ડ્રીંકસ, મનોજ પાન કેબીન, બાબુલ જનરલ સ્ટોર, સદગુરૂ આઈસ્ક્રીમ એન્ડ કોલ્ડ્રીંકસ, સદગુરૂ સ્ટેશનરી, માટેલ પાન, રાજ પાન એન્ડ કોલ્ડ્રીંકસ, રાધેશ્યામ ડીલકસ પાન એન્ડ કોલ્ડ્રીંકસ, શ્રી ગણેશ સ્ટેશનરી સ્ટોર, મારૂતિ નંદન મેડીકલ સ્ટોર સહિતના ધંધાર્થીઓને ફુડ લાયસન્સ અંગે નોટીસ ફટકારવામાં આવી હતી.

સોલીડ વેસ્ટ

આજરોજ પૂર્વ ઝોનના પેડક રોડમાં 'વન ડે વન રોડ'ની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી અંતર્ગત સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા પેડક રોડ પર કુલ ૩૨ આસામીઓ પાસેથી રૂ. ૧૫,૧૯૪નો વહીવટી ચાર્જ વસુલવામાં આવેલ છે તથા ૨૪ ડસ્ટબીન અને કુલ ૧૫ કિ.ગ્રા. પ્રતિબંધીત પ્લાસ્ટીક જપ્ત કરવામાં આવેલ છે.

ઉકત કામગીરી નાયબ કમિશ્નર અરૂણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ પૂર્વ ઝોનના નાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, મદદનીશ પર્યાવરણ ઈજનેર જીજ્ઞેશ વાઘેલા, વિલાસબેન ચિકાણી, એસ.આઈ. ડી.કે. સિંધવ તથા એસ.એસ.આઈ. પ્રભાત બાલાસરા, અશ્વિન વાઘેલા, પ્રશાંત વ્યાસ, હરેશ ગોહીલ તથા જીજ્ઞેશ વોરા દ્વારા કરવામાં આવેલ હતી.

ભાજપ ધારાસભ્યને વિવાદમાં ઢસડનારી સોમનાથ સોસાયટી તરફ તંત્રના આંખ મીચામણા

રાજકોટ :. શહેરના પેડક રોડ ઉપર આજે ટાઉન પ્લાનીંગ વિભાગે ડીમોલીશનની ઝુંબેશ હાથ ધરી હતી. આ દરમિયાન પેડક રોડ ઉપર જ આવેલ સોમનાથ સોસાયટીમાં થયેલ વિવાદાસ્પદ બાંધકામો સામે અધિકારીઓએ આંખ મીચામણા કર્યાની ચર્ચા સામાકાંઠા વિસ્તારમાં જોરશોરથી થતી હતી કેમ કે હજુ બે દિવસ અગાઉ જ આ સોમનાથ સોસાયટીના એક રહેવાસીએ ભાજપના ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી સામે સોસાયટીના ગેરકાયદે બાંધકામો અંગે ભ્રષ્ટાચારના આક્ષેપો કરી વરરાજા સહિતની જાન લઈને કોર્પોરેશન તથા પોલીસ કચેરીએ કરી હતી.

(4:05 pm IST)