Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

રાજકોટના મોરબી રોડ જય જવાન જય કિસાન 25 વરિયામાં ભાવેશની તેના બનેવી મહેશના હાથે હત્યા: આરોપીને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો

રાજકોટ: શહેરના મોરબી રોડ જકાત નાકા પાસે જય જવાન જય કિસાન 25 વારિયામાં રહેતા રીક્ષા ચાલક કોળી યુવાન ભાવેશ કાળુભાઇ ચનીયારા ઉ.વ.22ને તેના બનેવી મહેશ મનસુખભાઇ સદાદિયાએ પેટમાં છરીનો એક જ ઘા ઝીંકી પતાવી દેતા અરેરાટી વ્યાપી ગઈ છે. ઘાયલ ભાવેશને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પણ દમ તોડી દીધો હતો. 

હત્યાનો ભોગ બનનાર ભાવેશ કુંવારો અને 3 ભાઈ 3 બહેનમાં 5મો હતો. તે બનેવી સાથે જ રહેતો હતો. કૌટુંબિક કારણોસર હત્યા થયાનું ખુલ્યું છે. બી ડીવીઝન પીઆઇ ઔસુરા, પીએસઆઇ ડામોર, વિરમભાઈ ધગલ સાહિતે ગુનો નોંધવા તજવીજ કરી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ વી.કે.ગઢવીની રાહબરીમાં આરોપીને ઝડપી લેવાયો છે.

(8:19 pm IST)