Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

એરપોર્ટ પોલીસ સ્ટેશનનો શુભારંભ, આત્મનિર્ભર નારી સ્ટુડિયો, ફૂટબોલ ગ્રાઉન્ડ સહિતની અનેક સુવિધાઓનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી રૂપાણી

અન્ય યોજનાઓનું ખાતમુહુર્ત પણ થયું: પોલીસ કમિશનર અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિ

રાજકોટ :મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આજે અનેક સુવિધાઓના લોકાપર્ણ કરવાની સાથે શહેર પોલીસ પરિવાર તેમજ લોકોને સુવિધા આપતી અલગ-અલગ યોજનાઓના લોકાર્પણ અને ખાતમુહુર્ત પણ કર્યા છે.  હિરાસર ખાતે એરપોર્ટ પોલીસ સ્ટેશનનો શુભારંભ કરાવવા  ઉપરાંત આત્મનિર્ભર નારી સ્ટુડિયો અને તાલિમ કેન્દ્ર, નવુ ફૂટબોલ ગ્રાઉન્ડ, રિક્રિએશન ગાર્ડન, બાળ ક્રિડાંગણ, મીયાવાકી મિની ફોરેસ્ટના લોકાર્પણ થશે. ફૂટબોલ ગ્રાઉન્ડનું લોકાર્પણ કરી ફૂટબોલ ટુર્નામેન્ટ પણ ખુલ્લી મુકી હતી.  સાથોસાથ પોલીસ લાઇન, પોલીસ સ્ટેશન, કચેરીઓ ખાતેના સોલાર રૂફટોપ, પોલીસ ચોકીઓ, રામનાથપરા પોલીસ લાઇન કોમ્યુનિટી હોલના ખાતમુહુર્ત પણ આજે તેમના હસ્તે થયા છે. આ ઉપરાંત વુમન બાઇક રેલીને ફલેગઓફ, મહાકવચ એપ્લીકેશન અનાવરણ, બૂકલેટ વિમોચન અને ગૂમ થયેલા હજારો મોબાઇલ ફોન જે તે માલિકોને પરત આપવા સહિતના કાર્યક્રમો મુખ્યમંત્રીશ્રીના હસ્તે યોજાયા હતાં. પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, તમામ એસીપી, તમામ પીઆઇ તથા બીજા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતાં. લોકાર્પણ પ્રસંગતી તસ્વીરી ઝલક નિહાળી શકાય છે. મુખ્યમંત્રીશ્રી રૂપાણીનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું અને ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. તેમણે અલગ અલગ સુવિધાઓનું લોકાર્પણ કર્યુ હતું. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(4:06 pm IST)