Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

ટેલીફોન ગ્રાહકો ઓનલાઇન ફરીયાદ કરી શકશે

ટ્રાઇના ગ્રાહકલક્ષી નિર્ણયને આવકારતા ગ્રાહક સુરક્ષા મંડળના રમાબેન માવાણી

રાજકોટ તા. ૨૧ : ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરીટી ઓફ ઇન્ડિયા (ટ્રાય) દ્વારા ગ્રાહકો માટે ઓનલાઇન ફરીયાદની સુવિધા શરૂ કરાતા આ ગ્રાહકલક્ષી નિર્ણયને ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમાબેન માવાણીએ આવકારદાયી ગણાવ્યો છે.

તેઓએ જણાવ્યુ છે કે ઓનલાઇન ટેલીફોનનિક, ઇન્ટરનેટ, ડી.ટી.એચ., કેબલ સર્વીસ તથા બ્રોડબેન્ડ સર્વીસ મેળવતા ગ્રાહકોની સેવાની ગુણવતા દિન પ્રતિદિન નબળી પડી રહી હતી. પૈસા ખર્ચવા છતા યોગ્ય સેવા મળતી નહોતી. ત્યારે હવે તેમની કોઇપણ મુશ્કેલી સાંભળવા અને ત્વરીત નિકાલ માટે ઓનલાઇન સુવિધા શરૂ કરાતા હવે આવી સમસ્યાઓનો હલ આવશે. તેમ રમાબેન માવાણીએ જણાવેલ છે.

(3:22 pm IST)