Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

૬ મહિનામાં ૨૭ હજાર કરોડના વિકાસકામો : વિકાસ અને ભાજપ બંને એકબીજાનો પર્યાય

રાજકોટને વધુ ૨૦૪ કરોડ ફાળવતા વિજયભાઇ

કોંગ્રેસના શાસનમાં ભ્રષ્ટાચારનો પંજો ફરી વળેલ : કોંગી શાસનમાં સરકારનું બજેટ માત્ર ૯ હજાર કરોડનું હતું જ્યારે ભાજપના શાસનમાં આજે ૨૦૧૦ લાખ કરોડનું બજેટ હતુ : દર ૧૦ કિ.મી.એ એક નવી સુવિધાનું કામ થઇ રહ્યું છે : પ્રજાને તેના ટેક્ષ રૂપિયાનું વળતર વિકાસ રૂપે મળી રહ્યું છે અને આ વિકાસ યાત્રાથી રાજકોટનો ડંકો વિશ્વભરમાં ગાજી રહ્યો છે : મુખ્યમંત્રીએ વિપક્ષીઓને આપ્યો તીખો જવાબ

વિકાસની સ્વીચ ઓન : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટ મ.ન.પા.ના અને રૂડાના મળી કુલ ૪૦૦ કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કોઠારીયા રોડ પર યોજાયેલા ડાયસ ફંકશનમાં રિમોટ કંટ્રોલની સ્વીચ ઓન કરીને કર્યા હતા. તે વખતની તસ્વીરમાં મુખ્યમંત્રી શ્રી રૂપાણી તથા મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલ તથા મંચ પર ઉપસ્થિત ધારાસભ્યો ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠિયા, મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી તથા ઉપસ્થિત પૂર્વ કોર્પોરેટરો - ભાજપ - હોદ્દેદારો વગેરે દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૧ : શહેરના પનોતા પુત્ર અને રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે મ.ન.પા. તથા રૂડાના કુલ ૪૮૯.૫૦ કરોડના વિકાસકામોના લોકાર્પણો તથા ખાતમુહૂર્તો કર્યા હતા ત્યારે મુખ્યમંત્રીશ્રીએ વિપક્ષ કોંગ્રેસ પર તીખા પ્રહારો કરતા જણાવેલ કે, 'ગુજરાતે વિકાસની રાજનીતિ સ્વીકારી છે. એટલે જ ૬ મહિનામાં જ ભાજપે ૨૭ હજાર કરોડના વિકાસકામો શરૂ કર્યા છે. રાજકોટમાં આજે પુરપાટ વિકાસ થઇ રહ્યો છે ત્યારે આ વિકાસ યાત્રાને આગળ વધારવા રાજ્ય સરકારે સ્વર્ણીમ મુખ્યમંત્રી યોજના હેઠળ રાજકોટ મહાનગરપાલિકાને વધુ ૨૦૪ કરોડની ગ્રાન્ટ ફાળવી છે.'

આજે તિરૂપતિ હેડ વર્કસ, કોઠારીયા ચોકડીથી આગળ, કોઠારીયા રોડ ખાતે સવારે ૯.૩૦ વાગ્યે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા રૈયા રોડ આમ્રપાલી રેલ્વે ક્રોસીંગ ખાતેના અન્ડરબ્રિજનું, કોઠારીયા અને વાવડી પાણી પુરવઠા યોજનાનું, કેકેવી ચોક, જડુસ ચોક, નાનામવા ચોક અને રામદેવપીર ચોકમાં ફલાય ઓવરબ્રિજ તથા અન્ય વિવિધ વિકાસ કામોનું રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કુલ ૪૮૯.૫૦ કરોડ ખર્ચેના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાથોસાથ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્માણ પામેલી જુદી જુદી આવાસ યોજનાઓમાં ખાલી રહેલા ૫૬.૫૮ કરોડના ૪૧૬ આવાસોનો માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે કમ્પ્યુટરાઈઝડ ડ્રો કરવામાં આવ્યો તેમજ 'હેકેથોન -2021 - Year of Idea' સ્પર્ધાનું આયોજન તથા આવાસ યોજનાના લાભાર્થીઓને 'પ્રોપર્ટી સ્માર્ટ કાર્ડ' પાઇલોટ પ્રોજેકટનો પણ શુભારંભ કરવામાં આવ્યો તેમજ માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા કિશાનપરા ચોક ખાતે 'પબ્લિક બાઈક શેરીંગ' પાઈલોટ પ્રોજેકટનું લોન્ચિંગ કર્યું. આ પ્રસંગે ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા અને ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખભાઈ ભંડેરી શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, તથા મુખ્યમંત્રીશ્રીના ધર્મપત્ની અંજલિબેન રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, પૂર્વ મેયર બિનાબેન આચાર્ય, પૂર્વ ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન ઉદયભાઈ કાનગડ, પૂર્વ શાસક પક્ષના નેતા દલસુખભાઈ જાગાણી અને પૂર્વ દંડક અજયભાઈ પરમાર દ્વારા  મુખ્યમંત્રીશ્રીનું પુસ્તક વડે સ્વાગત કર્યું હતું. મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે આમ્રપાલી અન્ડરબ્રિજની તસવીર સાથેનું સ્મૃતિચિહ્રન  મુખ્યમંત્રીશ્રીને અર્પણ કર્યું હતું. આ ઉપરાંત નાયબ મ્યુનિ. કમિશનર બી.જી. પ્રજાપતિ અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના સી.ઈ.એ. ચેતન ગણાત્રાએ મંચસ્થ મહાનુભાવોનું પુસ્તકથી સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ આજે કરોડો રૂપિયાના વિકાસલક્ષી પ્રોજેકટ્સના લોકાર્પણ અને ખાતમુહૂર્ત બદલ રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળને અભિનંદન આપતા એમ જણાવ્યું હતું કે, જે પ્રકારે છેલ્લા પાંચ વર્ષથી શ્રેણીબધ્ધ વિકાસકાર્યોની હારમાળા રચાયેલી છે તે રાજકોટને જીવવાલાયક અને માણવાલાયક શહેર બનાવી રહેલ છે.

આજના આ કાર્યક્રમમાં કોરોનાની ગાઈડલાઈન મુજબ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ વગેરેના ચુસ્ત પાલન બદલ ઉપસ્થિત સૌ કોઈને ખાસ અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, છેલ્લા થોડા સમયમાં જ રાજયમાં રૂ. ૨૭,૦૦૦ કરોડના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયા છે. મુખ્યમંત્રીશ્રીએ બે દાયકા પૂર્વેના સમયને યાદ કરતા કહ્યું કે, એ સમયમાં રાજય સરકારનું બજેટ માત્ર રૂ. ૯,૦૦૦ કરોડનું હતું, જયારે આપણે રૂ. ૨,૧૦,૦૦૦ કરોડનું જંગી બજેટ રજુ કરેલ. રાજયના સર્વાંગી વિકાસમાં શાસકોની ઈચ્છાશકિતનું મહત્વ ખુબ જ રહે છે. જેમ કે, સન :ૅં ૧૯૬૦મા સરદાર સરોવરનો શિલાન્યાસ થયો હતો પરંતુ આ યોજના પૂર્ણ કરાવવાનું શ્રેય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે. તેઓએ સને : ૨૦૧૮માં સરદાર સરોવર યોજના પૂર્ણ કરાવી હતી એ આપણે સૌ જાણીએ છીએ.

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી યોજના હેઠળ રાજકોટના વિકાસ યાત્રા આગળ ધપાવવા માટેરાજય સરકાર વતી રૂ. ૨૦૪ કરોડની ફાળવણીની જાહેરાત કરતા  વિજયભાઈ રૂપાણીએ એમ કહ્યું હતું કે, પૈસાના વાંકે રાજકોટ અને રાજયનો વિકાસ નહી અટકે. વિકાસકાર્યો થકી જ રાજય આર્થિક રીતે પ્રગતિ સાધી શકે છે. સમૃદ્ઘ બની શકે છે. રાજકોટ મહાનગરપાલિકાને મુખ્યમંત્રી સડક યોજના હેઠળ રૂ.૩૫ કરોડ ફાળવવામાં આવેલ છે સરકારે રાજયમાં સને ૨૦૨૨ સુધીમાં ઘેર ઘેર નલ સે જળ યોજના હેઠળ પાણી પહોંચાડવા જે યોજના બનાવી છે તેમાં દર મહિને એક લાખ કનેકશન લેખે આગામી ૧૭ માસમાં ૧૭ લાખ કનેકશન આપી આ યોજના સાકાર કરવામાં આવશે. રાજયની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ નાગરિકો માટે સલામતી અને સુરક્ષા આપે તેવી બનાવી રાખવા વિવિધ પગલાંઓ લેવાયા છે. ભૂમાફિયાઓ અને ગુંડાઓને કડક સબક શીખવવા ખુબ જ કડક કાનૂન બનાવી તેનો અમલ થઇ રહયો છે. ભ્રષ્ટાચાર દુર કરવા એન્ટી કરપ્શન તંત્રને મજબુત બનાવાયું છે.

આવતીકાલ આપણા ગુજરાતની હશે. વિકાસમાં ગુજરાત ટોપ પર હશે એવો દ્રઢ વિશ્વાસ વ્યકત કરતા મુખ્યમંત્રીશ્રીએ એમ કહ્યું હતું કે, છેલ્લા પાંચ છ વર્ષમાં બે વખત રાજકોટ શહેરની હદનું વિસ્તરણ થયું છે અને હવે શહેર બૃહદ રાજકોટ બની રહયું છે ત્યારે સરકાર વિકાસનો આ સિલસિલો યથાવત જાળવી રાખે તે માટે પ્રતિબધ્ધ છે.

કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોનું સ્વાગત કરી આ કાર્યક્રમની રૂપરેખા આપતા મ્યુનિ. કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે, સને ૨૦૧૫માં કોઠારિયા અને વાવડી રાજકોટમાં ભળ્યા અને સને ૨૦૧૮માં તેના માટે પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત થયું હતું. જયારે આજે તેનું લોકાર્પણ પણ થઇ રહયું છે. જેના પરિણામે સવા થી દોઢ લાખ લોકોને તેનો લાભ મળશે. મુખ્યમંત્રીશ્રીએ રાજકોટને ફાટકમુકત શહેર બનાવી ટ્રાફિકની સમસ્યા દુર કરવાનો જે સંકલ્પ કરેલો છે તેને અન્ડરબ્રિજ અને ઓવરબ્રિજના પ્રોજેકટસ આગળ ધપી રહયા છે. જેમાં આજે રૂ.૨૩૯ કરોડના ખર્ચે ચાર નવા બ્રિજના ખાતમુહૂર્ત થઇ રહયા છે. ઉપરાંત ૪૧૬ આવાસોનો ડ્રો પણ થશે. સાથોસાથ શહેરની માળખાકીય સુવિધાઓ અને અન્ય વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રીશ્રીના શુભ હસ્તે થનાર છે.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે ટોકન રૂપે બે આસામીઓને પ્રોપર્ટી સ્માર્ટ કાર્ડ એનાયત કરવામાં આવ્યા હતાં. જયારે હેકેથોન – ૨૦૨૧ અનુસંધાને મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ અને શ્રી 'આઈ હબ' જયકુમાર જોશીએ એક એમ.ઓ.યુ. એકસચેન્જ કર્યા હતાં. કાર્યક્રમના અંતમાં રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના સી.ઈ.એ. ચેતન ગણાત્રાએ આભાર દર્શન કર્યું હતું.

વિજયભાઇના હસ્તે થયેલ લોકાર્પણ તથા ખાતમુહૂર્તની વિગત

શહેરના રૈયા રોડ આમ્રપાલી રેલવે ક્રોસીંગ ખાતે અન્ડરબ્રિજનું લોકાર્પણ

૨૫૫૩.૧૯

 

'અમૃત' યોજના અંતર્ગત વોર્ડ નં. ૭ અને ૧૪ જિલ્લા ગાર્ડન ખાતે વોટર સપ્લાય હેડવર્કસના

૫૫૨.૦૦

 

સિવિલ કામે ૩૦ લાખ લિટર ઇ.એસ.આર., ૧૦૦ લાખ લિટર જી.એસ.આર. તથા

 

 

પંપ હાઉસનું લોકાર્પણ

 

 

'અમૃત' યોજના અંતર્ગત વોર્ડ નં. ૧૮ કોઠારિયા રોડ, તિરૂપતિનગર પાસે, વોટર સપ્લાય

૪૭૧.૦૦

 

હેડવર્કસના સિવિલ કામે ૩૦ લાખ લિટર ઇ.એસ.આર., ૧૦૦ લાખ લિટર જી.એસ.આર. 

 

 

તથા પંપ હાઉસનું લોકાર્પણ

 

 

'અમૃત' યોજના અંતર્ગત વોર્ડ નં. ૧૨ વાવડી વિસ્તારમાં વોટર સપ્લાય હેડવર્કસના સિવિલ

૪૬૧.૦૦

 

કામે ૩૦ લાખ લિટર ઇ.એસ.આર., ૧૦૦ લાખ લિટર જી.એસ.આર.

 

 

તથા પંપ હાઉસનું લોકાર્પણ

 

 

'અમૃત' યોજના અંતર્ગત વોર્ડ નં. ૧૮ કોઠારીયા, નારાયણનગર પાસે, વોટર સપ્લાય

૨૨૯.૦૦

 

હેડવર્કસના સિવિલ કામે ૧૫ લાખ ઇ.એસ.આર., ૩૫ લાખ લિટર જી.એસ.આર.

 

 

તથા પંપહાઉસનું લોકાર્પણ

 

 

'અમૃત' યોજના અંતર્ગત વોર્ડ નં. ૧૨માં વાવડી હેડવર્કસ હેઠળ આવતા વિસ્તારમાં

૩૨૧૮.૦૦

 

ડી.આઇ. ડીસ્ટ્રીબ્યુશન પાઇપલાઇનનું લોકાર્પણ

 

 

'અમૃત' યોજના અંતર્ગત વોર્ડ નં. ૭ અને ૧૪માં જિલ્લા ગાર્ડન હેડવર્કસ આધારિત

૩૧૭૦.૦૦

 

ડી.આઇ. પાઇપ લાઇનનું લોકાર્પણ

 

 

'અમૃત' યોજના અંતર્ગત વોર્ડ નં. ૧૮માં કોઠારિયા તિરૂપતિનગર હેડવર્કસ હેઠળ આવતા

૧૦૮૨.૦૦

 

વિસ્તારમાં ડી.આઇ. ડીસ્ટ્રીબ્યુશન પાઇપ લાઇનનું લોકાર્પણ

 

 

'અમૃત' યોજના અંતર્ગત વોર્ડ નં. ૧૮માં કોઠારિયા નારાયણનગર હેડવર્કસ હેઠળ આવતા

૭૮૨.૦૦

 

વિસ્તારમાં ડી.આઇ. ડીસ્ટ્રીબ્યુશન પાઇપ લાઇનનું લોકાર્પણ

 

 

'અમૃત' યોજના અંતર્ગત વોર્ડ નં. ૭ અને ૧૪ જિલ્લા ગાર્ડન ખાતે વોટર સપ્લાય હેડવર્કસના

૧૯૬.૦૦

 

પમ્પીંગ મશીનરીનું લોકાર્પણ

 

 

'અમૃત' યોજના અંતર્ગત વોર્ડ નં. ૧૮ કોઠારિયા રોડ, તિરૂપતિનગર પાસે, વોટર સપ્લાય

૧૬૮.૦૦

 

હેડવર્કસના પમ્પીંગ મશીનરીનું લોકાર્પણ

 

 

'અમૃત' યોજના અંતર્ગત વોર્ડ નં. ૧૨ વાવડી વિસ્તારમાં વોટર સપ્લાય હેડવર્કસના પમ્પીંગ

૧૬૩.૦૦

 

મશીનરીનું લોકાર્પણ

 

 

'અમૃત' યોજના અંતર્ગત વોર્ડ નં. ૧૮ કોઠારિયા, નારાયણનગર પાસે વોટર સપ્લાય

૬૫.૦૦

 

હેડવર્કસના પમ્પીંગ મશીનરીનું લોકાર્પણ

 

 

સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત, ITMS પ્રોજેકટ હેઠળ બનાવવામાં આવેલ સ્માર્ટ

૭૦.૦૦

 

બસ સ્ટોપ (૧૦)નું લોકાર્પણ

 

 

કાલાવડ રોડ, ૧૫૦ ફુટ રીંગ રોડ જંકશન (કેકેવી ચોક) પર તથા જડૂસ ચોકમાં ફોર લેન

૧૫૮૦૫.૦૦

 

(૨+૨) ફલાય ઓવરબ્રીજ બનાવવાનું ખાતમુહૂર્ત

 

 

૧૫૦ ફુટ રીંગ રોડ નાના મવા ચોક તથા રામદેવપીર ચોકમાં ફોર લેન (૨+૨) સ્પલીટ ફલાય

૮૧૩૪.૦૦

 

ઓવરબ્રીજ બનાવવાનું ખાતમુહૂર્ત

 

 

પ્રધાનમંત્રી આવાસ યોજનાના MIGના ૨૧૦, સ્માર્ટઘર ૧-૨-૩ના ૧૦૪ તથા મુખ્યમંત્રી

૫૬૫૮.૦૦

 

આવાસ યોજના EWSના ૧૦૨ સહિત કુલ ૪૧૬ આવાસોનો ડ્રો

 

 

અન્ય વિવિધ વિકાસ કામોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત

૧૫૫૪.૦૦

 

'હેકેથોન - 2021 year of ideas' સ્પર્ધાના આયોજનનો શુભારંભ

 

 

રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ

 

 

RMC બાઉન્ડ્રીથી AIIMS હોસ્પિટલ રૂડા એરિયા સુધીનું ૯૦.૦ મી. ડી.પી. રોડના

૪૬૧૯.૦૦

 

ખાતમુહૂર્ત સહિત અન્ય વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત

 

 

 

કુલ રૂ.     ૪૮૯૫૦.૧૯

 

(3:20 pm IST)