Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

ગ્રીનલેન્ડ ચોકડી પાસે ટ્રકે બાઇકને ઉલાળતા પાન-બીડીના વેપારી શિરીષભાઇ ડાંગરનું મોત

બાઇક પર કામ સબબ જતા'તા : પરીચીત મનસુખભાઇના પગ કપાઇ જતા તેને અમદાવાદ ખસેડાયા : એક પુત્ર અને એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા આક્રંદ

રાજકોટ, તા. ર૧ :  શહેરના ગ્રીન લેન્ડ ચોકડી પાસે ટ્રકે બાઇકને ઠોકર મારતા પાન-બીડીના હોલસેલ વેપારીનું ઘટના સ્થળે મોત નિપજતા એરરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ શહેરના રૈયા રોડ આલાપ ગ્રીન સીટીની સામે ન્યુ અંબિકા પાર્ક શેરી નં. ૧માં રહેતા અને પાન-બીડી સિગારેટના હોલસેલનો વેપાર કરતા શિરીષભાઇ હમીરભાઇ ડાંગર (ઉ.વ.૪ર) અને પરીચિત મનસુખભાઇ મનજીભાઇ બંને ગઇકાલે જી.જે. ૩ સી.એફ-૪૯ર૧ નંબરના બાઇક પર જતા હતા ત્યારે કુવાડવા રોડ ગ્રીનલેન્ડ ચોકડી પાસે પહોંચતા જી.જે. ૧૮ એયુ-૮૩૯૭ નંબરના ટ્રકના ચાલકે બાઇકને ઉલાળતા બંને ફંગોળાઇ જતા શિરીષભાઇ ટ્રકના આગળના વ્હીલમાં આવી જતા તેને જમણા પગમાં તથા શરીરે ગંભીર ઇજા થતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થતા ટ્રક ચાલક ટ્રક રેઢો મુકી ભાગી ગયો હતો. બાદ કોઇએ જાણ કરતા બી-ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ હિતેષભાઇ તથા રાઇટર રાજાભાઇ ગઢવી સહિતે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી અકસ્માતમાં બાઇક પાછળ બેઠેલા પરીચીત મનસુખભાઇ મનજીભાઇને બંને પગમાં ગંભીર ઇજા થતા તેને સારવાર માટે અમદાવાાદ ખસેડાયા હતા. મૃતક શિરીષભાઇ બેભાઇમાં નાના હતા. તેને સંતાનમાં એક પુત્ર્ર અને એક પુત્રી છે. મોટાભાઇ પરેશભાઇ ડાંગર કુકાવાવના નાજાપર ગામમાં રહે છે. આ બનાવ અંગે પોલીસે મૃતક શિરિષભાઇના કૌટુંબીકભાઇ નિર્મળભાઇ દાદાભાઇ ગેરૈયા (ઉ.વ.૪પ) (રહે. કાલાવડ રોડ સત્ય સાંઇ માર્ગ પર સિલ્વર એવન્યુ સોસાયટી) ની ફરીયાદ પરથી જી.જે. ૧૮ એયુ-૮૩૯૩ નંબરના ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી પી.એસ.આઇ. પી.એ. ગોહેલે તપાસ હાથ ધરી છે.

(1:26 pm IST)