Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

દર્દી નારાયણ માટે પંચનાથ હોસ્પિટલનું લોકાર્પણ કરતા વિજયભાઇઃ પૂ. રમેશભાઇની ઉપસ્થિતિ

રાજકોટ : સૌરાષ્ટ્ર-કચ્છ અને રાજકોટનાં ગરીબ-મધ્યમવર્ગના દર્દી નારાયણ માટે આરોગ્યધામ સમ. શ્રી પંચનાથ મહાદેવ મંદિરનાં પાવન સાનિધ્યમાં પંચનાથ મહાદેવ સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટ દ્વારા રૂ. ર૧ કરોડનાં ખર્ચે સુપર સ્પેશ્યાલીટી સમકક્ષ હોસ્પિટલનું નિર્માણ થયું છે. જેનું લોકાર્પણ સંવેદનશીલ  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં હસ્તે થયું હતું તે વખતની તસ્વીરોમાં આ તકે ખાસ ઉપસ્થિત ભગવતાચાર્ય પૂ. રમેશભાઇ ઓઝા તેમજ, ટ્રસ્ટનાં પ્રમુખ દેવાંગ માંકડ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, શ્રીમતી અંજલીબેન રૂપાણી વગેરે દર્શાય છે. ત્થા હોસ્પિટલનાં સાધનો અને આધુનિક બેડ, આઇ.સી.યુ. રૂમ વગેરે નજરે પડે છે. સવારે ૧૧ વાગ્યે યોજાયેલ આ લોકાર્પણ કાર્યક્રમને સફળ બનાવવા.  શ્રી પંચનાથ ટ્રસ્ટના પ્રમુખ દેવાંગ માંકડ (પ્રમુખ), તનસુખ ઓઝા (મંત્રી), વસંત જસાણી, મહેન્દ્રસિંહ ગોહીલ, ડો. લક્ષ્મણ ચાવડા, ડો. લલિત ત્રિવેદી, નીતિન મણીઆર મિતેશ વ્યાસ, ધર્મેન્દ્ર મહેતા, નારણ લાકીયા, નિરજ પાઠક, મયુરશાહ, સાઇરામ દવે, મનુ પટેલ, સંદિપ ડોડીયા, ડો. રવિરાજ ગુજરાતી, જૈમીન જોષી, નિખીલ મહેતા, ભવ્ય પારેખ, મુકેશ કામદાર, અજય પરમાર, કિરીટ ગોહેલ, મનુ ધાંધા, પંકજ ચગ વગેરે સતત બે દિવસથી જહેમત ઉઠાવી રહ્યા હતાં. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:12 pm IST)