Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે નામચીન વિજય આહીરને ૪ પીસ્તોલ અને ૫૦ કાર્ટીસ સાથે ઝડપી લીધોઃ કોન્સ્ટેબલ રાજેશ બાળા, સિધ્ધરાજસિંહ જાડેજા, રઘુવીરસિંહ વાળાને મળેલી બાતમી બાદ ઝડપાયો

રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગહલૌત તથા સંયુકત પોલીસ કમિશ્નર શ્રી ડી.એસ.ભટ્ટ  તથા એ.સી.પી.ક્રાઇમ શ્રી જયદીપસિંહ સરવૈયા નાઓની સુચનાથી રાજકોટ શહેર વિસ્તારમાં તકેદારી સ્વરૂપે અસરકારક પેટ્રોલીંગ ફરી શહેર ના છેવાડાના વીસ્તારો મા ગે.કા.પ્રવૃતીઓ ડામી દેવા સંર્દભેની મળેલ સુચના આધારે પો.ઇન્સ એચ.એમ.ગઢવી તથા પો.સબ.ઇન્સ કે.કે.જાડેજા તથા પો.હેડ.કોન્સ કિશનભાઇ આહીર તથા પો.હેડ કોન્સ સિધ્ધરાજસિંહ ચુડાસમા તથા પો.કોન્સ સિધ્ધરાજસિંહ જાડેજા પો.કોન્સ રાજેશભાઇ બાળા પો.કોન્સ રઘુવિરસિંહ વાળા તથા પો.કોન્સ પો.કોન્સ વિરદેવસિંહ જાડેજા તથા પો.કોન્સ ડાયાભાઇ બાવળીયા પો.કોન્સ પ્રતાપસિંહ મોયા સાથે રાજકોટ શહેર વિસ્તારમા ખાનગી વાહનમા પેટ્રોલીંગમાં હતા

દરમ્યાન પો.કોન્સ રાજેશભાઇ બાળા તથા પો.કોન્સ સિધ્ધરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ રઘુવિરસિંહ વાળા ને સંયુકત રીતે મળેલ ચોક્કસ હકીકત આધારે વિજયભાઇ નારણભાઇ મકવાણા જાતે આહીર ઉવ.૨૬ રહે.શાસ્ત્રીનગર શેરી નં.૨ ''જય દવારકાધીશ'' ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટવાળાઓના કબ્જામા ગેરકાયદે હથીયારો પિસ્તોલ નંગ-૪ કિ.૪૦,૦૦૦ તથા કાર્ટીસ નંગ-૫૦ કિ.૫૦૦૦ કુલ રૂ.૪૫૦૦૦ ના તથા સ્વીફટ વી.ડી.આઇ. ગાડી નં.જીજે-૦૩-જેઆર-૪૪૧૬ કિ.૫૦૦,૦૦૦ કુલ મુદામાલ ૫૪૫૦૦૦ મુદામાલ પોતાના કબ્જામાં રાખી મળી આવતા મજકુર ઇસમ વિરૂધ્ધ ડી.સી.બી.પો.સ્ટે. સે.૦૯/૧૮ આર્મ્સ એકટ કલમ-૨૫ (૧-બી)એ જી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબ ગુનો દાખલ કરેલ હોય જે ગુન્હાની આગળની તપાસ પો.સબ.ઇન્સ કે.કે.જાડેજાનાઓ ચલાવી રહેલ છે.

અગાઉ વિજય નારણ મકવાણા વિરૂધ્ધનો પુર્વ ઇતીહાસમાં ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં, પ્ર.નગર,ધ્રોલ, સાહદા પો.સ્ટે. (એમ.પી)મા ગે.કા.હથીયાર તેમજ મારામારી જેવા ગુન્હાઓમાં પકડાય ગયેલ છે.

(7:37 pm IST)