Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

જૈન સાધર્મિક સેવા સમીતી થેલેસેમીયાના દર્દીઓની વહારેઃ ઇન્જેકશન-દવા માટે પાંચ લાખ ફાળવ્યા

રાજકોટ, તા., ૨૦: થેલેસેમીયા લોહીની વારસાગત બીમારી ધરાવતો રોગ છે. આ રોગના દર્દીઓને મહીનામાં બે થી ચાર વાર લોહી નિયમીત લોહી ચડાવવું પડે છે. રાજકોટ જીલ્લામાં લગભગ ૮૦૦ થી વધારે થેલેસેમીયા મેજરના દર્દીઓ છે આ તમામ દર્દીઓમાંથી મોટા ભાગના દર્દીઓ સામાન્ય કુટુંબમાંથી આવે છે. ત્યારે આવી ખર્ચાળ સારવારની મુંજવણ અનુભવનારાઓ માટે જૈન સાધર્મીક સેવા સમીતીએ સહયોગ માટે આગળ આવવાનું ઉમદા કદમ ઉઠાવ્યું છે.

ઉલ્લેખનીય છે કે થેલેસેમીયા મેજર બાળકોને નિયમીત જે લોહી ચડાવવું પડે છે તેના કારણે દર્દીઓના શરીરના જુદા જુદા અંગો જેવા કે હ્ય્દય કિડની લીવર પેનક્રિયાઝ જેવા અંગોમા આયર્ન જમા થાય છે. એ જમા થતા આયર્નને અંગોમાં જમા થાય તે અંગને શરીરમાંથી બહાર કાઢવા માટે ડેફેરાશીરોકક્ષ કેલ્ફર નામની દવાઓ તેમજ ડેસ્ફેરાલ ઇન્જેકશનો દરરોજ નીયત ડોઝ પ્રમાણે દર્દીઓએ આજીવન લેવા પડે છે. જેમાંથી ડેફેરાશીરોકસ દવા રાજય સરકાર દ્વારા સીવીલ હોસ્પીટલમાં વિના મુલ્યે આપવામાં આવે છે. તેમજ ડેસ્ફેરાલ ઇન્જેકશન સીવીલ હોસ્પીટલમાંથી મળે છે. પરંતુ રાજય સરકારની ગ્રાન્ટના અભાવને કારણે ડેસ્ફેરાલ ઇન્જેકશન સીવીલ હોસ્પીટલમાંથી મળે છે. પરંતુ રાજય સરકારની ગ્રાન્ટના અભાવને કારણે ડેસ્ફેરાલ ઇન્જેકશન નીયમીત અને પુરતા જથ્થામાં ઉપલબ્ધ જ હોતા નથી જયારે કેલ્ફર ગોળી તો બજારમાંથી ખરીદવી પડે છે.

ત્યારે થેલેસેમીયા દર્દીની અતીશય ખર્ચાળ સારવારમાં કંઇક મદદરૂપ બનતા આગળ આવી છે. આ સંસ્થાના પ્રફુલભાઇ રવાણી, નલીનભાઇ બાટવીયા, અજયભાઇ વખારીયા, પ્રકાશ શાહ, પ્રશાંત શેઠ સહીતના ટ્રસ્ટીઓએ તેમજ સેવાભાવી સુધીરભાઇ પંચમીયા, મીનાબેન મહેતા, ડો.રવી ધાનાણીએ થેલેસેમીયાના દર્દીઓને લાંબુ અને તંદુરસ્ત જીવન જીવાડવાનું બીડુ ઉપાડેલ છે.

જૈન સાધાર્મિક સેવા સમીતી માનવ માત્ર કીડની ફેલ્યોર દર્દીને ડાયાલીસીસ કરાવી આપે છે અને કેન્સર જેવા ભયંકર રોગીઓને મેડીકલ રીલીફ બોન્ડ આપીને વર્ષોથી સેવા કરે છે. પરંતુ હજુ પણ દરીદ્ર નારાયણની સેવા કરવી જ છે તેવા ટ્રસ્ટીઓના સંકલ્પ સાથે આ ટ્રસ્ટ દ્વારા થેલેસેમીયા મેજર દર્દીઓ માટે રૂ. પ,૦૦,૦૦૦ વધુ કિંંમતની કેલ્ફર દવાની ગોળી અને ડેસ્ફ્રેરાલ ઇન્જેકશન દર્દીઓને સાવ જુજ ટોકન દરે ફ્રી આપવામાં આવેલ છે.

લગભગ ૧૦૮ થી પણ વધુ દર્દીઓએ આ ટ્રસ્ટ દ્વારા અપાતી દવાઓ અને ઇન્જેકશનો લાભ લીધેલ છે. ઉપરાંત ૪ દર્દીઓને કુલ રૂ. ૧,૪૦,૦૦૦ ની કિંમતના ડેસ્ફેરાલ ઇન્કસન પંપ આપી સંસ્થા દ્વારા થેલેસેમીયા મેજર દર્દીઓને દીર્ઘાયુ બક્ષવાનું કામ કરેલ છે.

અન્ય કોઇ દાતા પણ આ સેવાયજ્ઞમાં સહયોગી બનવા ઇચ્છતા હોય તો ટ્રસ્ટીઓ પ્રફુલભાઇ રવાણી (૯૯૭૮૮ર૦૩૮૯), નલીનભાઇ બાટવીયા (૯૮૯૮૨ ૧૮૦૩૬)નો સંપર્ક કરવા અપીલ કરાઇ છે. તસ્વીરમાં પ્રફુલ એમ.રવાણી ટ્રસ્ટી, પ્રદીપભાઇ જાની,  ભાવીનભાઇ મહેતા, મીનાબેન મહેતા, હિતેષ બુથલાણી, પુજા મહેતા, પુનમ લીંબાસીયા નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૪.૧૪)

(4:29 pm IST)