Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

પદમાવત્ ફીલ્મ દર્શાવે તે ટોકીઝ સામે દેખાવો

સરકારી માલ-મિલ્કતને નુકશાન નહી કરાયઃ રાજપૂત અગ્રણીઓઃ બ્રહ્મસમાજ, બજરંગદળ, વિહિપ સહિતના સમાજોનોે આંદોલનને ટેકો

ફિલ્મ પદ્માવતના વિરોધમાં ગઇ સાંજે પુષ્કરધામ મેઇન રોડ પરના પાર્ટી પ્લોટ ખાતે સમસ્ત રાજપૂત સમાજ દ્વારા  મહત્વની બેઠક મળી હતી.  આ બેઠકમાં રાજકોટ સહિત ગુજરાતભરમાં કોઇપણ કાળે ફિલ્મ રજૂ ન થવા દેવા માટે દ્રઢ કટીબધ્ધતા  વ્યકત કરાઇ હતી.  તસ્વીરમાં ત્રણેક હજારની મેદનીને સંબોધી રહેલા રાજપૂત સમાજ - કરણી સેનાના  આગેવાનો સર્વશ્રી પી. ટી.જાડેજા, રાજભા ઝાલા ત્થા નરેન્દ્રસિંહ  જાડેજા નજરે પડે છે. સભાનું સંચાલન કરણી સેનાના શ્રી જે. પી.  જાડેજાએ કર્યુ હતું.

 

રાજકોટ તા. ર૦ : સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ભણશાળી પ્રોડકશને રપમી જાન્યુઆરીએ પદ્માવત ફિલ્મ રિલીઝ કરવાની જાહેરાત કરી છે તેની સામે ક્ષત્રીય સમાજ નારાજ થયો છે. શુક્રવારે કરણી સેનાની આગેવાનીમાં સમગ્ર ક્ષત્રિય સમાજની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં આગેવાનોએ એવી જાહેરાત કરી હતી કે, જે સિનેમાઘરમાં પદ્માવત રિલીઝ કરવામાં આવશે તે સિનેમા  સળગાવી દેવામાં આવશે કરણી સેનાના આગેવાને કહ્યું હતું કે, એકપણ સરકારી માલ-મિલકતને નુકસાન માત્ર સીનેમાઘરના સંચાલક, ડિસ્ટ્રિબ્યુટર તેમજ જે કોઇ વ્યકિત પદ્માવત ફિલ્મની તરફેણ કરશે તેનો ક્ષત્રીય સમાજ વિરોધ કરશે અને તેમના પરિવારને કંઇ થાય તો તેની જવાબદારી જેતે વ્યકિતની રહેશે.

રાજકોટમાં પુષ્કરધામ મેઇન રોડ પર આવેલા તીર્થ પાર્ટી પ્લેટમાં શુક્રવારે સાંજે કરણી સેનાની આગેવાનીમાં બોલાવાયેલી બેઠકમાં સૌરાષ્ટ્રના પ્રભારી રાજભા ઝાલાએ કહ્યું હતું કે, પદ્માવત ફિલ્મ સમગ્ર હિન્દુ સમાજ પર કુઠારાઘાત સમાન છે ક્ષત્રીયોને સરકાી માલ-મિલકતને નુકશાન કરવામાં કોઇ જ રસ નથી. પરંતુ જે સિનમાંં સંચાલક ફિલ્મ રિલીઝ કરશે તો ત્યાર પછી જે કંઇ થશે તેની જવાબદારી સિનેમા માલીકોની રહેશે. રાજકોટ જિલ્લા રાજપુત સમાજના ઉપપ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે, જે જગયાએ પદ્માવતના પોસ્ટર પણ લગાવવામાં આવશે અથવા તો કેટલીક રેડિયો ચેનલ પર પદ્માવતના ગીત રિલીઝ કરવામાં આવી રહ્યા છે. હવે પછી જો આવું થશે તો જે સ્થળે પોસ્ટર લગાવ્યા હશે તે સ્થળ પણ સળગાવી દેવાશે અને રેડિયો પર ગીત રિલીઝ કરનાર સામે પણ ક્ષત્રીય સમાજ લડી લેશે.

ક્ષત્રીય સમાજની બેઠકમાં બજરંગદળના રાજેશભાઇ ચૌહાણ, બ્રહ્મસમાજના રાજુભાઇ જોષી, કાઠી સમાજના સત્યેન્દ્રભાઇ ખાચર ઉપરાંત પી.ટી. જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને સૌએ એક અવાજે પદ્માવત ફિલ્મ સામે વિરોધ નોંધાવી હવે પછી જે કંઇ કરવું પડે તે કરવાની તૈયારી દર્શાવી હતી અને જે લોકો પદ્માવત ફિલ્મની તરફેણમાં છે તેઓને સાનમાં સમજી જવા અનુરોધ કર્યો હતો.

(4:25 pm IST)