Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

રઘુવંશી નાત જમણઃ બે લાખ ભાવિકો પ્રસાદ ગ્રહણ કરશે

નિઃશુલ્ક થેલેસેમીયા ટેસ્ટનું પણ આયોજનઃ સ્કૂટર રેલી થકી સૌને આમંત્રણઃ વડીલો- માતા- બહેનો માટે અલગ બેઠક વ્યવસ્થાઃ ૧હજાર યુવાનો સેવા આપશે

રાજકોટ, તા.૨૦ : રઘુવંશી પરિવાર દ્વારા આગામી તા.૨૨મીના સોમવારે વીરદાદા જશરાજજી નગર, રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આયોજીતના નાતજમણ, બાઈક સ્કુટર રેલી યોજી, ઉમળકાભેર આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.

 

શ્રી વીરદાદા જશરાજજી નગરમાં ભવ્ય મંડપ વ્યવસ્થા, અન્નપૂર્ણા વિભાગ, સ્ટેજ, વૃદ્ધ માતાઓ- બહેનો તથા વડીલો આરામથી બેસીને મહાપ્રસાદ લઈ શકે તેવી સુવિધા ઉપરાંત વાહનો માટે વિશાળ પાર્કિંગ સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે. નાતજમણ માટે એક હજારથી વધુ યુવાન ભાઈઓ-બહેનો સેવારૂપી યોગદાન આપનાર છે.

જ્ઞાતિજમણની સાથે સમાજના યુવક-યુવતી માટે નિઃશુલ્ક થેલેસેમિયા ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવેલ છે. થેલેસેમિયા ટેસ્ટ માટે અંકે રૂપિયા ૧૦૦ ડીપોઝીટ પેટે લેવામાં આવશે. રિપોર્ટ લેવા આવે ત્યારે ડીપોઝીટની પૂરેપૂરી રકમ પરત આપવામાં આવશે.

રઘુવંશી આ સેવાકાર્યમાં પોતાનું યોગદાન આપવા ઈચ્છતા હોય તેઓએ રઘુવંશી પરિવાર મધ્યસ્થ કાર્યાલય, જાગનાથ મંદિર ચોક, ડો.યાજ્ઞિક રોડ, રાજકોટ (ફોનઃ ૦૨૮૧- ૬૮૮૮૦૮૮) ખાતે સંપર્ક કરવા એક યાદીમાં જણાવવામાં આવેલ છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી) (૩૦.૮)

અધધ...સામગ્રીનો ઉપયોગ થશે

આ જ્ઞાતિજમણ મહાપ્રસાદમાં અંદાજીત બે લાખથી વધુ રઘુવંશીઓ પ્રસાદ લેશે, આ મહાપ્રસાદમાં ૫૦૦૦ કિ.ગ્રા. ખાંડ, ૪૦૦૦ કિ.ગ્રા બેસન, ૩૦૦૦ કિ.ગ્રા ઘઉંનો લોટ, ૨૦૦૦ કિ.ગ્રા.ઘોરવું, ૨૦ ટન કાષ્ટ, ૭૫૦ કિ.ગ્રા.શુધ્ધ ઘી, ૩૦૦ ડબા તેલ, ૪૫૦૦ કિ.ગ્રા.ખીચડી, ૨૫૦ કિ.ગ્રા. ડ્રાયફ્રુટ, ૩૦૦ કિ.ગ્રા. મરચાં પાવડર, ૧૦૦ કિ.ગ્રા. હળદર, ૫૦ કિ.ગ્રા. ધાણાજીરૂ, ૩૦૦ ગુણી બટેટા, ૧૦૦૦ કિ.ગ્રા. રીંગણા, ૧૦૦૦ કિ.ગ્રા. કોબીચ, ૨૦૦ કિ.ગ્રા લીલા મરચાં, ૫૦૦ કિ.ગ્રા. ગાજર, હિંગ તેમજ ગરમમસાલા સમાગ્રી ઉપયોગમાં થશે

(4:22 pm IST)