Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

ર૯મીએ રાજકોટમાં ઉજવાશે વિશ્વકર્મા મહોત્સવઃ રેસકોર્ષમાં વિશ્વકર્માધામ

શ્રી ગુર્જર સુતાર જ્ઞાતી રાજકોટનું આસ્થાભર્યુ આયોજન : જ્ઞાતીજનોમાં અનેરો ઉલ્લાસઃ શોભાયાત્રા, સમુહ લગ્નોત્સવ,સમુહ ભોજન,સમુહ આરતી સહિતના વિવિધ કાર્યકમોનું આયોજનૅં ર૮મીએ ખંભાળિયાનો બારબેડાનો કાર્યકમ અને પોરબંદરની વિશ્વવિખ્યાત રાસમંડળી જમાવટ કરશે

રાજકોટ,તા.રરૅં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતી રાજકોટ દ્વારા આગામી ર૯મી તારીખે શ્રી વિશ્વકર્મા જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. વિશ્વકર્મા જયંતી નિમિતે રેસકોર્ષ મેદાન ખાતે ભવ્ય વિશ્વકર્માધામ ખડુ કરવામાં આવશે. જયાં સમુહ લગ્નોત્સવ, મહાપ્રસાદ,મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં મહાઆરતી, સન્માન કાર્યકક્રમ વગેરે યોજાશે.

આ અંગે વિગતો અકિલા કાર્યાલયે આપતા જ્ઞાતિના ચેરમેન મનહરભાઇ કરગથરા, પ્રમુખ રસીકભાઇ બદ્રકિયા, ઉપપ્રમુખ કાંતિભાઇ તલસાણીયા, મુખ્યદાતા જગુભાઇ ભારદિયા વગેરેએ જણાવ્યુ હતું કે, આગામી તા. ર૯ના રોજ શ્રી વિશ્વકર્મા જયંતિ નિમિતે ગુર્જર સુતાર જ્ઞાતિ શ્રી વિશ્વકર્મા પ્રભુજી ટ્રસ્ટ દ્વારા રાજકોટના આંગણે સમગ્ર ગુજરાતના જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં શ્રી વિશ્વકર્મા પ્રભુજી જયંતિ મહોત્સવ રેસકોષ્ર્ ખાતે ભવ્ય વિશ્વકર્માધામ ખડુ કરવામાં આવશે અને ર૮મી તારીખથી જ ઉજવણી શરૂ થઇ જશે. ર૮મીએ ખંભાળિયાનો ખ્યાતનામ બાર બેડાનો કાર્યક્રમ અને પોરબંદરની વિશ્વ વિખ્યાત રાસમંડળીની રાસની રમઝટ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. 

તા.ર૯ના મુખ્ય કાર્યક્રમોમાં વિશ્વકર્મા પ્રભુજીના મંદીરે સવારે ધ્વજારોહણ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. બપોરે ૧-૩૦ કલાકે મૂર્તિપૂજન બાદ ધારેશ્વર મંદિરેથી વિશ્વકર્માજીની શોભાયાત્રાનો પ્રારંભ થશે જે શહેરના વિવિધ માર્ગો ઉપરથી પસાર થશે અને રેસકોષ્ર્ ખાતે વિશ્વકર્માધામ ખાતે પહોંચશે. જયાં પુ. પરમાત્માનંદજી તથા જયંતીરામ બાપા ધુનડા સતપુરણ ધામવાળા તેમજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી,અંજલીબેન રૂપાણી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ બગડા,મેયર ડો.જૈમનભાઇ ઉપાધ્યાય,મુખ્ય મહેમાન જગુભાઇ ભારદિયા, રમેશભાઇ તલસાણીયા, વજુભાઇ તલસાણીયા વગેરેની ઉપસ્થિતિમાં સન્માન સમારંભ ,મહાપ્રભુજીની ૧૦૮ દીવડાની આરતી સહિતના કાર્યક્રમો તથા ર૧ યુગલના સમુહ લગ્નોત્સવ સહિતના કાર્યકમનું આયોજન કરવામાં આવ્યુ છે. દરેક કન્યાને અંદાજે પ૧ હજાર રૂપિયાનો કરિયાવર આપવામાં આવશે. તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી આવનાર અંદાજે ર૦ હજારથી વધુ જ્ઞાતિજનો સમુહ ભોજન લેશે

સમગ્ર કાર્યકમને સફળ બનાવવા ટ્રસ્ટી રસીકભાઇ વઘાસણા,પ્રદિપભાઇ કરગથરા, દિપકભાઇ ભાડેશિયા, અરવિંદભાઇ ત્રેટિયા, ગીરીશભાઇ વઢવાણા,નટુભાઇ જાદવાણી, હરિભાઇ સિનરોજા, રમેશભાઇ તલસાણિયા, દિનેશભાઇ ઝિંઝુવાડિયા, શાંતિભાઇ સાંકડેચા, રસિકભાઇ વાઘસણા, કાંતિભાઇ તલસાણિયા, કિશોરભાઇ અંબાસણા  સહિતના  અગ્રણીઓ જહેમત ઉઠાવી રહયા છે.

(4:19 pm IST)